અમદાવાદના જાણીતા ડેવલોપર્સ તેમજ રિયલ સ્ટેટ અને રી-ડેવલોપમેન્ટ ક્ષેત્રમાં અગ્રણી એવા સ્વરા બિલ્ડીંગ હાર્મોની ગ્રૂપે પોતાની સફળતાના ૬ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરે સ્વરા બિલ્ડીંગ હાર્મોની ગ્રૂપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી કાર્તિક સોનીએ કહ્યું કે, સ્વરા એ મારી મોટી દીકરીનું નામ છે. સ્વરા ગૃપે ખૂબ જ ટૂંકા ગાળામાં સંઘર્ષ તેમજ પડકારોનો સામનો કરીને અમે પુરુષાર્થના પગથિયેથી સફળતાના શિખર સુધીની જર્નીના ૬ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ૬ વર્ષની સફર અમારી માટે ઘણા ઉતાર અને ચઢાવ લઈને આવી પણ અમે દરેક પડકારોનો સામનો કરીને અંતે સફળતા મેળવી છે.
આ ૬ વર્ષની સફળતાને સેલિબ્રેટ કરવા માટે અમદાવાદના પંડિત દિન દયાલ ઓડિટોરિયમાં ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્તિક સોની દ્વારા સમાજસેવા માટે હીર ફાઉન્ડેશનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. હીર ફાઉન્ડેશનની વાત કરતા તેમણે કહ્યું કે, મારી નાની દીકરીના નામે આ હીર ફાઉન્ડેશનનો પ્રારંભ કર્યો છે. આ હીર ફાઉન્ડેશન આર્થિક, શારીરિક અને માનસિક રીતે સમાજ અને દેશના નાગરિકોને ઉપયોગી બનશે. અમારો ઉદ્દેશ લોકોને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સમાજની સેવા કરવાનું પણ છે જે અમે આ ફાઉન્ડેશન થકી પૂર્ણ કરીશું. અમે આ ફાઉન્ડેશન થકી હેલ્થ, એજ્યુકેશન, સ્કીલ ડેવલોપમેન્ટ અને એકબીજાને મદદ કરવાને લઈને અવેરનેસ લાવવાનું કામ કરશે.
અમદાવાદના પંડિત દિન દયાલ ઓડિટોરિયમાં આયોજિત ‘સ્વરોદય’ કાર્યક્રમમાં શ્રી સાઈરામ દવેનું લાઈવ પરફોર્મન્સ પણ યોજાયું હતું. આ અવસરે મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન તેમજ અતિથિ વિશેષ તરીકે વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ન્યુ દિલ્હી બીએસજીના નેશનલ કમિશનર મનીષ મહેતા, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર હિતેશભાઈ બારોટ, ગુજરાતી ફિલ્મના મેગાસ્ટાર યસ સોની, ફિલ્મ પ્રોડ્યુસર વિશાલ શાહ તેમજ કોર્પોરેટ સેક્ટરના મહાનુભાવો તેમજ સ્વરા બિલ્ડીંગ હાર્મોની ગ્રૂપના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.