“તુમ ભી રખો વિશ્વાસ, ક્યૂં કિ તુમ હો શિવ કે દાસ”, આ લીટીએ દેશભરમાં પકડ જમાવી રાખી છે. તો સિનેમાટિક ટ્રીટ માટે તૈયાર થઈ જાઓ, કારણ કે કલર્સ સિનેપ્લેક્સ 10મી માર્ચ, રવિવારે રાત્રે 8 વાગ્યાથી ઓએમજી 2નુ વૈશ્વિક ટેલિવિઝન પ્રસારણ કરવા સુસજ્જ છે. તેના પ્રથમ ભાગને ભરપૂર સફળતા મળ્યા પછી ઓએમજી 2માં હાસ્ય, ડ્રામા અને આંખ ઉઘાડનારા અવસરોનું સંમિશ્રણ છે, કારણ કે તે સામાજિક નિયમોને પડકારે છે અને આધ્યાત્મિકતા વિશે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પૂછે છે. અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમના અભિનય સાથે તેનું દિગ્દર્શન અમિત રાયે કર્યું છે. ઓએમજી 2 તમને વિચારવા અને મહેસૂસ કરવા પ્રેરિત કરીને તમારી પર કાયમી છાપ છોડીને રહેશે.
ઓએમજી 2 કાંતિ શરણ મુદગલનો પ્રવાસ છે, જે ભૂમિકા પ્રતિભાશાળી પંકજ ત્રિપાઠીએ જબરદસ્ત ભજવી છે. ભગવાન શિવનો ભક્ત કાંતિ શરણ તેનો પુત્ર વિવેક ખોટી માહિતી અને સામાજિક દબાણનો ભોગ બને ત્યારે પડકારજનક સ્થિતિમાં પોતાને પામે છે. ફિલ્મ નાજુક રીતે શ્રદ્ધા, નૈતિકતા અને જાતીય શિક્ષણના મહત્ત્વમાં ડોકિયું કરાવે છે. આ વિચારપ્રેરક ડ્રામામાં માઠી સ્થિતિઓનો સામનો કરતો કાંતિ શરણ ઉત્તરો માટે ભગવાનને શરણે જાય છે, જે સમયે તેને પડકારજનક સામાજિક નિયમોના માર્ગનો ખોજ થાય છે. ઓએમજી 2 હાસ્ય અને ડ્રામાના સંયોજન સાથે બહુ જ સુંદર રીતે બનાવવામાં આવી છે, જે મનોરંજન કરવા સાથે સમાજ સામે અરીસો પણ ધરે છે.
વૈશ્વિક ટેલિવિઝન પ્રસારણ વિશે રોમાંચિક મુખ્ય અભિનેતા અક્ષય કુમાર કહે છે, “ઓએમજી 2 તમારી લાક્ષણિક સિક્વલ નથી, પરંતુ એવી નક્કર વાર્તા છે, જે સાંભળવી જ જોઈએ. ભગવાન શિવનો સંદેશવાહક તરીકે મને સીમાઓની પાર જતી અને દર્શકો સાથે ઊંડાણથી જોડાણ કરતી વાર્તાનો હિસ્સો બનવા મળ્યું તે વિશેષાધિકાર લાગે છે. આ ફિલ્મ વાર્તાલાપ છેડે છે અને આત્મચિંતન કરવા પ્રેરિત કરે છે અને તેનો હિસ્સો બનવાનું ગૌરવજનક લાગે છે. “
કુમારની ભાવનાઓનો પડઘો પાડતાં પંકજ ત્રિપાઠી કહે છે, “ઓએમજી 2માં મને રિલેટેબલ અને કોમ્પ્લેક્સ પાત્રમાં ઊંડાણમાં ઊતરવાનો મોકો મળ્યો. કાંતિ શરણ મુદગલ ભગવાન શિવનો ભક્ત હોવા સાથે ખોટી માન્યતાઓ અને નૈતિક મૂંઝવણ ધરાવતો પિતા પણ છે. તેની ભૂમિકા કલાકાર તરીકે મને પડકારે છે અને મને માનવી ભાવનાઓના ઊંડાણમાં ઊતરવા માટે પ્રેરિત કર્ય છે. દર્શકો આ અતૂલનીય વાર્તા ટેલિવિઝન પર જોઈ શકશે તે બાબતે હું ભારે ઉત્સુક છું. “
ફિલ્મની થીમ અને સમર્પિત એકાગ્રતા જાતીય શિક્ષણ પર કેન્દ્રિત છે. કલર્સ સિનેપ્લેક્સે શિક્ષા કી શુરુવાત ઘર સે ડિજિટલ કેમ્પેઈન રજૂ કરી છે. આ પહેલ ખાસ નિપુણતા સાથે હાથ ધરવા માટે કલર્સ સિનેપ્લેક્સ દ્વારા રતિ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે. તેના આ કાજની રાજદૂત નીમી છે. સમર્પિત હેલ્પલાઈન મેરી ટ્રસ્ટલાઈન હેઠળ તેમનું લક્ષ્ય સર્વ કોલર્સ માટે અચૂક માર્ગદર્શન અને નિપુણતા પૂરી પાડવાનું છે. એકત્ર મળીને તેઓ માનસિક સ્વાસ્થ્ય આધાર, જાતીય અને પ્રજોત્પત્તિ સ્વાસ્થ્ય પર માર્ગદર્શનને પહોંચી વળવા માટે તાલીમબદ્ધ વ્યાવસાયિકો સાથે મહત્ત્વપૂર્ણ કાઉન્સેલિંગ સેવાઓ પૂરી પાડે છે.
રવિવાર, 10મી માર્ચે, રાત્રે 8.00 વાગ્યાથી કલર્સ સિનેપ્લેક્સ પર ઓએમજી 2નું વૈશ્વિક ટેલિવિઝન પ્રસારણ જોવાનું ચૂકશો નહીં. તમારું પરિપ્રેક્ષ્ય બદલી નાખશે અને અર્થપૂર્ણ વાર્તાલાપ છેડશે તેવા આ પડકારનો અવિસ્મરણીય અનુભવ કરવાનું ચૂકશો નહીં.