અમદાવાદ : તાજેતરમાં શહેરના જાણીતા તબીબ ડૉ. વિવેક મહેતા જે અદૃશ્ય એલાઈનર્સ, ડેન્ટલ ઈમ્પ્લાન્ટ્સ, બોટોક્સ અને ફિલર્સમાં વિશેષતા ધરાવતા ડાયનેમિક કોસ્મેટિક ડેન્ટિસ્ટ છે અને મુંબઈમાં યોજનાર પ્રતિષ્ઠિત ફેમડેન્ટ એવોર્ડ્સ 2024માં વર્ષના ઉત્કૃષ્ટ ડેન્ટિસ્ટ કેટેગરીમાં અમદાવાદ શહેરના એકમાત્ર નામાંકિત ડૉક્ટર છે, એમના અને નિષ્ણાત ડેન્ટલ ડૉક્ટર ર્ડો. પ્રતિભા ગુપ્તાના નેજા હેઠળ, શહેરમાં સૌપ્રથમવાર ડૉ. પોપીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ ડેન્ટલ એન્ડ એસ્થેટિક કોસ્મેટોલોજી નામની એક નવી સંસ્થા શરૂ કરવામાં આવી છે. આ સંસ્થા અનુભવી કોસ્મેટિક સર્જન્સ, કોસ્મેટોલોજિસ્ટ્સ અને સૌંદર્યલક્ષી મેડિસિન્સના નિષ્ણાતો દ્વારા શીખવવામાં આવતા અભ્યાસક્રમો ઓફર કરવાની અને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવામાં ઇચ્છુક સ્ટુડેંટ્સના કૌશલ્ય વૃદ્ધિ માટે અનન્ય તક પૂરી પાડવાની યોજના ધરાવે છે.
આ ઇન્સ્ટિટ્યૂટની ફિલસૂફી વિશે વધુ માહિતી શેર કરતા, ડૉ. વિવેક મહેતાએ જણાવ્યું હતું કે, “અમારી સંસ્થા અનન્ય રીતે મેડિકલ ક્ષેત્રના અનુભવી શિક્ષકોથી સજ્જ છે જે જીવનભર શીખવાની તકો અને માર્ગદર્શન આપશે. અમારા ડોકટરોની અનુભવી ટીમ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ એપ્લીકેશન અને સર્વગ્રાહી શિક્ષણ અભિગમ પર ભાર મુકીને માર્ગદર્શન આપશે.”ઇન્સ્ટિટ્યૂટમાં ઓફર કરાયેલા અભ્યાસક્રમો વિશે વધુ વિગતો શેર કરતાં, ડૉ. પ્રતિભા ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે સૌંદર્ય શાસ્ત્રી અથવા બ્યુટી થેરાપિસ્ટ બનવામાં રસ ધરાવતા બિન-તબીબી વ્યક્તિઓ માટે 2-7 દિવસની લવચીક અવધિ સાથે, અને એમના જરૂરિયાતના આધારે વિસ્તરણની શક્યતા સાથે અભ્યાસક્રમો પણ ઓફર કરીએ છીએ.” ડૉ. પોપીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ ડેન્ટલ એન્ડ એસ્થેટિક કોસ્મેટોલોજી તમામ રસ ધરાવતા વિદ્યાર્થીઓને આજીવન શિક્ષણ અને કૌશલ્ય વિકાસની આ જાદુઈ સફરમાં જોડાવા આમંત્રણ આપે છે.