ઉદગમ વિમેન્સ એચીવર એવોર્ડથી બિઝનેસ,સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય,કલા, ફેશન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોની 30 મહિલાઓ સન્માનિત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રેસતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલટ્રસ્ટ દ્રારા ચૌદ વર્ષથી વિવિધ ક્ષેત્રે  કાર્યરત  સન્નારીઓને ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે  સતત પંદરમાં વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટએ  ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં  “ઉષાપર્વ”   નું આયોજન તા.૦૪ માર્ચ ૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.ઉષા પર્વ -૧૪ ઉદગમ વુમન્સ એચિવર  એવૉર્ડથી બિઝનેસ,સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય,કલા, ફેશન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં  નોંધપાત્ર કામગીરી  કરનાર 30 મહિલાઓ અને ૧ પુરૂષનું બહુમાન કરવામાં આવ્યુ છે.

આ કાર્યક્રમમાં અતિથિઓમાં કાર્યક્રમના અધ્યક્ષ પદે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર, તથા મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકાર સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ, અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા, વિશેષ અતિથિમાં  સ્ટીવ હિકલિંગ, ડેપ્યુટી હાઈ કમિશનર, બ્રિટિશ હાઈ કમિશન, સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રદેશ સંગઠક મનોહર લાલજી, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  જસવંતભાઈ પટેલ, અને પી.સી. સ્નેહલ ગ્રુપના એમડી ચિરંજીવ પટેલ ઉપસ્થિત હતા.

ઉદ્દગમ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષી એ ઉદગમ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિષે જણાવ્યું કે ભારતીય પરંપરામાં  મહિલાઓનું સન્માન કરવાની પ્રણાલીને વિશિષ્ઠ રીતે આગળ ધપાવવા માટે ઉદગમ દ્વારા વિવિધ ક્ષેત્રમાં  અથાગ પ્રયાસો થકી વિશિષ્ઠ  યોગદાન આપનાર મહિલાઓને ૧૫ વર્ષથી  “ઉદ્દગમ વિમેન્સ એચિવર્સ એવોર્ડથી સંમ્માનીત કરવાનો  ઉદગમનો નમ્ર પ્રયાસ છે.

એવોર્ડ સમારોહના મુખ્ય મેહમાન ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ડો. કુબેરભાઈ ડીંડોર જણાવ્યું હતું.”મહિલાઓ તમામ ક્ષેત્રોમાં અદ્વિતીય યોગદાન આપી રહી છે. આપણે વિચારી  પણ ના શકીએ એવા વ્યવસાયો અને ક્ષેત્રોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં મહિલાઓ  માટે હવે પહેલા કરતાં વધુ તકો છે અને મહિલાઓ તેનો મહત્તમ ઉપયોગ કરી રહી છે. હું ઉદગમ વિમેન્સ એચિવર  એવોર્ડના તમામ એવોર્ડીઓને અભિનંદન આપું છું. મહિલા સિદ્ધિઓનું સન્માનકરવા બદલ હું ટીમ ઉદગમ ટ્રસ્ટની  પણ પ્રશંસા કરતાં અભિનંદન પાઢવું છું. મને વિશ્વાસછે કે પુરસ્કારો માત્ર વિજેતાઓ માટે યોગ્ય માન્યતા જ નહીં  પરંતુ વધુ મહિલા સિદ્ધિઓમાટે પ્રેરણારૂપ બનશે.

IMG 20240305 WA0070

સમગ્ર ભારતમાંથી આવેલ નોમીનેશનમાંથી જ્યુરી દ્વારા પસંદગી પામેલા એવોર્ડીમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આશા જયરાજસિંહ સરવૈયા,લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ડો.મીના અશોક શાહ,હોલ ઓફ ફેમ ડો. અમી ઉપાધ્યાય,સામાજિક કાર્ય પ્રિયા નટવરભાઈ પટેલ;નીલમ અભિષેક અરુલકર;શ્રીમતી નિકિતા કેતકર;મીતા નાથ બોરા,શિક્ષણ કુ. લામિયા શમ્સ,ઉદ્યોગસાહસિક દીપાલી ચટવાણી;દેવલ સોપારકર;કલ્પનાબેન અમર્થી ગાયકવાડ,રમતગમત અને ફિટનેસ અલકા જોષી;ડો.ઇન્દુમતી પડિયા,સાહિત્યિક માર્ગી કીર્તિકુમાર હાથી;નીતા જોશી,કલા અને સંસ્કૃતિ ઐશ્વર્યા સુલતાનિયા;ભૂમિકા વિરાણી;શ્રીમતી. રૂચા ભટ્ટ;અરૂપા લાહિરી,આરોગ્ય.એશાની શાહ;ડૉ શીતલ પંજાબી,મીડિયા- પત્રકારત્વ પૂજા ધોળકિયા,સંગીત કલ્યાણી કોઠારકર,પર્યાવરણ અલકા જોષી; નિધિ સંઘરાજ કા મહેતા,CSR લીડર નિર્મલા રાની,પુરુષ દ્વારા મહિલા સશક્તિકરણ પ્રહર અંજારીયા,યંગ અચીવર્સ રાધિકા ભૂપતાની,ફેશન કુ. ઉષા અને આશા જયસ્વાલ,ટેકનોલોજી સોનલ સોની,કોર્પોરેટ પ્રિયા સાવંતને ઉદ્દગમ વિમેન્સ એચિવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

એવોર્ડ વિજેતાઓની પસંદગી માટે જ્યુરી તરીકે  બિઝનેસ વુમન અને સામાજિક કાર્યકર પૂર્વા શાહ પટેલ, આર્કિટેક્ટ અને ડિઝાઇનર – અર્ચના શાહ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર – ઉન્મેષ દીક્ષિત,  શિક્ષણવિદ ડૉ. ગીતિકા સલુજા સામાજિક કાર્યકર – પરમજીતકૌર છાબડા, તથા સામાજિક કાર્યકર અને લેખક  વૈજયંતિ ગુપ્તેએ વિજેતાઓની પસંદગી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્રભાઈ પારેખએ કર્યું હતું.

Share This Article