વાપટેગ ગાંધીનગરમાં 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી વોટર એક્સપોનું આયોજન કરશે .
મહાત્મા મંદિર ખાતે એક્ઝિબિશનની આઠમી એડિશન સૌથી એડવાન્સ્ડ, સૌથી મોટી અને વધુ સમાવેશક એક્ઝિબિશન હશે .અમદાવાદ – વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા વિશ્વસનીય અને સૌથી મોટા એસોસિયેશન વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (વાપટેગ) 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયાના સૌથી મોટા વોટર એક્સપો વેપટેગ વોટર એક્સપો 2024ની આઠમી એડિશનનું આયોજન કરશે. આઠમી એડિશન એવા વાપટેગ વોટર એક્સપો 2024માં વોટર અને વેસ્ટવોટર મેનેજમેન્ટ સેક્ટરમાં લેટેસ્ટ ટેક્નોલોજી દર્શાવતી ભારત તથા આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી કંપનીઓ ભાગ લેશે. એક્સપો સમગ્ર ઉદ્યોગના લોકોને એકસાથે લાવશે અને બિઝનેસ ડેવલપમેન્ટ, નેટવર્ક શેર કરવા તથા નવીનતમ વોટર સોલ્યુશન્સ શોધવા માટેની અનોખી તક પૂરી પાડશે. વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગ માટે આ એક શ્રેષ્ઠ સ્થળ છે અને ભારતમાં વિશાળ વોટર પ્યુરિફિકેશન અને વોટર ટ્રીટમેન્ટ સેક્ટરમાં પ્રવેશવા માંગતા કંપનીઓ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. “વાપટેગ એ કેવળ એક્ઝિબિશન નહીં પરંતુ વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગનો પાયાનો પથ્થર છે. ગત વર્ષે નોઈડામાં ઈન્ડિયા એક્સપો સેન્ટર ખાતે સાતમી એડિશનની સફળતા બાદ અમે વેપટેગની વધુ મોટી અને બોલ્ડ એડિશન સાથે પાછા ફર્યા છીએ. તે ખૂબ જ એડવાન્સ્ડ, સૌથી મોટી, અનોખી તથા સ્થળ, એક્ઝિબિટર્સની પ્રોફાઇલ તેમજ બહોળા ઉદ્યોગ સેગમેન્ટની બાબતે સમાવેશક ઇવેન્ટ હશે જે વોટર અને વેસ્ટવોટર મેનેજમેન્ટ સેક્ટરમાં નવીનતાઓ દર્શાવશે તથા વોટર ઇનોવેશનમાં ભવિષ્યમાં ઝાંખી કરશે”, એમ વાપટેગના પ્રેસિડેન્ટ અસિત દોશીએ જણાવ્યું હતું.
ઉદ્યોગની કેટલીક મોટી કંપનીઓ સહિત ભારત અને વિદેશોના 150થી એક્ઝિબિટર્સ વાપટેગ વોટર એક્સપો 2024માં ભાગ લઈ રહ્યા છે જે લેટેસ્ટ ટેક્નોલોજી બતાવવા તથા નિહાળવા માટેની તથા પોતાની બ્રાન્ડને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવાની અનોખી તક પૂરી પાડે છે. સમગ્ર દેશ-વિદેશના બીટુબી મુલાકાતીઓ સહિત 10,000થી વધુ મુલાકાતીઓ આ એક્સપોની મુલાકાત લઈ રહ્યા છે. વાપટેગ વોટર એક્સપોની પહેલી બે એડિશન 2015 અને 2016માં અમદાવાદમાં GMDC કન્વેન્શન હોલ ખાતે તથા બીજી ચાર 2017થી 2019 દરમિયાન અને 2022માં ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી. ગયા વર્ષે સાતમી એડિશન ઈન્ડિયા એક્સપો સેનટ્ર ખાતે યોજાઈ હતી જે આ ઇવેન્ટ માટે ટર્નિંગ પોઇન્ટ હતો.
“વાપટેગ એ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઉદ્યોગમાં સૌથી મહત્વની ઇવેન્ટ બની ગઈ છે. તેણે એક નેશનલ ઇવેન્ટને ગ્લોબલ ઇવેન્ટ બનાવી દીધી છે. પ્રચંડ પ્રતિસાદ તથા રસને ધ્યાનમાં રાખતા અમને વિશ્વાસ છે કે વાપટેગ વોટર એક્સપો 2024 વિશ્વભરમાં વોટર ઇન્ડસ્ટ્રીના કેલેન્ડરમાં સૌથી અપેક્ષિત એક્ઝિબિશન તરીકે તેની સ્થિતિને હજુ વધુ મજબૂત બનાવશે”, એમ વાપટેગના વાઇસ પ્રેસિડેન્ટ ઋષભ સંઘવીએ જણાવ્યું હતું. વોટર ટ્રીટમેન્ટ, વોટર પ્રોસેસિંગ, ડોમેસ્ટિક વોટર પ્યુરિફિકેશન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ આરઓ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટવોટર ટ્રીટમેન્ટ, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ, સેવેજ ટ્રીટમેન્ટ, એન્વાયર્મેન્ટલ ટેક્નોલોજીસ, પમ્પ અને એસેસરીઝ, પાઇપ્સ, ફિલ્ટર્સ, કાર્ટ્રિજીસ, વોટર ચિલ્લર્સ અને કૂલર્સ, ડિસ્પેન્સર્સ, કેમિકલ્સ અને પેકેજિંગ સાથે સંકળાયેલી કંપનીઓ વાપટેગ વોટર એક્સપો 2024માં ભાગ લઈ રહી છે. 2015માં તેની પહેલી ઇવેન્ટ પછી વાપટેગ વોટર એક્સપો લેટેસ્ટ તથા એડવાન્સ્ડ ટેક્નોલોજીઓ સાથે નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા માટે ઉત્પાદકો, આયાતકારો તથા સપ્લાયરો માટે એક અનોખું અને પસંદગીનું પ્લેટફોર્મ બની રહ્યો છે. વાપટેગ વોટર એક્સપો 2024 નાઇલ કેબિનેટ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે અને પેન્કા-ઓન્તોઝ તથા બ્લ્યૂશેલ દ્વારા સંચાલિત છે.