ભારતમાં રેર ડિસીઝ વિશે જાગૃતિ લાવવા માટે ૧૨ શહેરોમાં મેરેથોન
દેશભરમાં રેર ડિસીઝ અંગે જાગૃતિ લાવા માટે ઓર્ગેનાઈઝેશન ફોર રેર ડિસીઝ ઈન્ડિયા દ્વારા
એમના – ફ્લેગશિપ રન “રેસફોર-૭”નું અમદાવાદ શહેરમાં સફળ આયોજન
અમદાવાદ : ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) દ્વારા ૨૫ ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયાના ૧૨ શહેરોમાં પોતાની એન્યુઅલ ફ્લેગશીપ ઇવેન્ટ “રેસફોર-૭”નું આયોજન કરવામાં આવ્યું છે. ૭૦૦૦ મીટર એટલે કે ૭ કિલોમીટર મેરેથોનનો પ્રાથમિક ઉદ્દેશ્ય રેર ડિસીઝ અંગે જાગૃતિ લાવવાનો અને દર્દીઓ અને તેમના પરિવારોને આ પ્રક્રિયામાં તેમને સશક્ત બનાવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસાધનોની સુધી પહોંચ પ્રદાન કરવાનો છે. રેસફોર -૭ એ વર્લ્ડ રેર ડીસીસ એટલે કે દુર્લભ રોગોના અનુરૂપ આયોજીત એક એન્યુઅલ અવેરનેસ રન છે. બેંગલુરુમાં ૨૦૧૬માં તેની શરૂઆત થઈ ત્યારથી આ ઇવેન્ટ દેશભરમાં ફેલાઈ ગઈ છે. જેમાં આ વર્ષે ૨૫ ફેબ્રુઆરીએ બેંગ્લોર, મુંબઈ, હૈદરાબાદ, કોચી, મૈસૂર, અમદાવાદ, ત્રિવેન્દ્રમ, નવી દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, પુણે અને કોઇમ્બતુર ૨૦,૦૦૦થી વધુ વ્યક્તિઓની અપેક્ષિત ભાગીદારી છે. આ રન “વન નેશન વન ડે ટુ ગેધર ફોર રેર” થીમને અનુરૂપ છે.
અમદાવાદ રનની શરૂઆત મકરબામાં સ્થિત એલ જ યુનિવર્સીટીના મેદાનમાં થશે અને IPS ACP Mr. Neeraj Badgujar દ્વારા આ રનને સવાર ૬ બાગ્યે ફ્લેગ ઓફ કરવામાં આવશે. ૭ કિ.મીની દોડ સવારે ૭.૦૦ કલાકે પૂરી થશે. ઇચ્છુક પ્રતિભાગી Raceforz ની વેબસાઇટની મુલાકાત લઇને રજીસ્ટ્રેશન કરાવી શકશે. ગુજરાત કોઓર્ડીનેટર શ્રીમતી જયા શ્રીવાસ્તવ જણાવે છે કે,” હું રેર ડિસીઝ અંગે જાગૃતિ લાવવા અને રેસફોર-૭માં ભાગ લેવા માટે સન્માનિત મહેસૂસ કરી રહ્યો છું. ‘વન નેશન વન ડે ટુ ગેવર ફોર ટેટ’ એ રવિવાર ૨૫ ફેબ્રુઆરીના રોજ સવારે 6.૦૦ વાગ્યાથી સમગ્ર ભારતમાં શરૂ થનારી આ મલ્ટી સિટી મેરેથોનમાં મારી સાથે જોડાઓ અમે જે પહેલ કરીએ છીએ એ અમને મને રેર ડિસીઝવાળા દર્દીઓ માટે જાગૃતિ લાવવા અને ઉકેલો શોધવાની નજીક લાવે છે.”
ઇન્ડિયાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોલ્યુશન્સના વાઇસ પ્રેસિડેન્ટ જીનુ જોસે કહ્યું કે, ‘છેલ્લા આઠ વર્ષથી રેસફોર-૭ મેરેથોનના મુખ્ય પ્રાયોજક તરીકે ORDI સાથેની અમારી લાંબી ભાગીદારી ચાલુ રાખવાનો અમને ગર્વ છે. આ ઇવેન્ટ રેર ડિસીઝ કૉમ્યુનિટીને સપોર્ટ આપવા અને તેમના યુનિક પડકારો વિશે જાગૃતિ લાવવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમે બીજી સફળ મેરેથોનની રાહ જોઈ રહ્યા છીએ અને સાથે મળીને અર્થપૂર્ણ તફાવત લાવવાની તક છે. ORDIના કો-ફાઉન્ડર અને એકિઝક્યુટિવ ડાયરેક્ટર શ્રી પ્રસન્ના કુમાર શિરોલે કહ્યું કે, “રેસ ફોર-૭ એ ભારતમાં છેલ્લા ૮ વર્ષથી એકમાત્ર જનજાગૃતિ પહેલ તરીકે છે. ભારતમાં રેર ડિસીઝ ઇકોસિસ્ટમનો વિકાસ આ કાર્યક્રમે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી વ્યાપક રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પોલીસી મેકર અને સ્ટેકહોલ્ડર અને ગ્લોબલ કોમ્યુનિટીનું ધ્યાન ખેંચીને ટેસ ફોર-૭ એ રેટ ડિસીઝના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક નકશા પર સ્થાન આપ્યું છે. આ વર્ષની થીમ ‘વન નેશન વન ડે ટુ ગેધર ફોર રેર’ છે. રેર ડિસીઝના દર્દીઓના સમર્થન માટે એક થઈને સમગ્ર દેશમાં તમામ સ્ટેકહોલ્ડર માટે વિસ્તૃત ચળવળ પર ભાર મૂકે છે. લાંબા ગાળાની સંભાળ અને સમર્થન માટે ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા, સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા અને અંતમાં એક સામૂહિક બનાવવા માટે નીતિ માર્ગદર્શિકાઓ હેઠળ ઉપચારની ઍકસેસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
નિયમિત દોડવીરો માટેની ફી રૂ. 699 છે, જ્યારે વિદ્યાર્થીઓ રૂ. 399ના ડિસ્કાઉન્ટ રેટ પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો. રેર ડિસીઝના દર્દીઓ અને વિવિધ ક્ષમતાઓ ધરાવતી વ્યક્તિઓ તેમજ બે સંભાળ રાખનાર દરેક વ્યક્તિ વિનામૂલ્યે ભાગ લઈ શકે છે. આ કેટેગરીમાં ભાગ લેનારને ટી શર્ટ, મેડલ, ઈ-સર્ટિફિકેટ અને કોમ્પ્લિમેન્ટરી બ્રેકફાસ્ટ ધરાવતી કીટ મળશે.