મુંબઈ: વસંતઋતુના રોમાંચક વહેલા દિવસોમાં વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટ દ્વારા સર્વ ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળવા માટે તેની ફ્લીટ વિકાસ યોજના ચાલુ રાખતાં તેની આધુનિક ફ્લીટમાં જોડાવા માટે તેમના 105મા એરક્રાફટનું સ્વાગત કરવામાં આવ્યું છે. નવા એરક્રાફ્ટને વિયેતજેટના આગેવાનો, કર્મચારીઓ અને ફ્લાઈટના ક્રુ દ્વારા આવકારવામાં આવ્યું હતું, જે એરલાઈન્સની વિશ્વ કક્ષાની આધુનિક ફ્લીટ અને ડ્રેનના વર્ષમાં નવાં સ્થળે તેના ફ્લાઈટના નેટવર્કને વિસ્તારવાની યોજના માટે તૈયારી વિયેતજેટના આગામી વિકાસ પગલાં માટે નવાં સંસાધનો અને ગતિ લાવે છે.
એરલાઈન્સનું 105મું એરક્રાઉટ આજે સવારે હો ચી મિન્હ સિટીમાં તાન સન ન્હાટ એરપોર્ટ ખાતે ઊતર્યું. તે એરબસ- એ321 નિયો એસીએફની વૈશ્વિક અગ્રણી આધુનિક પેઢીનું છે, જે 20 ટકા સુધી ઈંધણની બચત કરવા, 50 ટકા સુધી પર્યાવરણમાં ઉત્સર્જન ઓછું કરવા અને અવાજ 75 ટકા સુધી ઓછો કરવા માટે સક્ષમ છે. 2024ના લુનાર ન્યૂ યરની પીક સીઝન પૂર્વે એરલાઈન્સે ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળવા માટે ફ્લાઈટ ક્રુ સાથે સુસજ્જ છ એરક્રાફ્ટ સાથે નવી પેઢીનું એરબસ એરક્રાફ્ટ પ્રાપ્ત કર્યું હતું. આ નવીનતમ એરક્રાફ્ટ મૈત્રીપૂર્ણ, સમર્પિત અને વ્યાવસાયિક ફ્લાઈટ ક્રુ દ્વારા સંચાલન કરવાનું ચાલુ રખાશે, જેથી પ્રવાસીઓને દરેક ફ્લાઈટ પર ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહેશે.
નવું એરક્રાફ્ટ વસંતઋતુનું વેકેશન, બિઝનેસ ટ્રાવેલ, ઈન્વેસ્ટમેન્ટ અને ટુરીઝમ પર નીકળવાનારા પ્રવાસીઓને સેવા આપવા માટે વિયેટનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓસ્ટ્રેલિયા, ભારત, ચીન, જાપાન, સાઉથ કોરિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ વગેરેમાં સ્થળોને જોડતા રુટ્સ પર તુરંત કામગીરીમાં મુકાયું છે. એરલાઈન હાલમાં ભારતમાં મુંબઈ, નવી દિલ્હી, અમદાવાદ, કોચી અને તિરુચિરાપલ્લી સહિત 5 મુખ્ય શહેરોમાં સપ્તાહમાં 35 રાઉન્ડ ટ્રિપ ફ્લાઈટ્સ ચલાવી રહી છે.
એરલાઈન બિઝનેસ, સ્કાયબોસ, ડિલક્સ અને ઈકો નામે ચાર અજોડ ટિકિટ ક્લીસ પૂરા પાડે છે, જે પ્રવાસીઓની વિવિધ જરૂરિયાને પહોંચી વળવા માટે સેવાઓની વ્યાપક શ્રેણીની ખાતરી રાખે છે. બિઝનેસ ક્લાસ ટિકિટો વિયેતનામના આધુનિક વાઈડ-બોડી એરક્રાફ્ટ એ330 પર ખાસ પ્રવાસ અનુભવ આપે છે, જેમાં પ્રાઈવેટ ચેક-ઈન કાઉન્ટર્સ, બિઝનેસ લાઉન્જીસ, પ્રાઈવેટ કેબિન્સ, કોકટેઈલ સેવાઓ અને ફો થિન, બાન્હ મી જેવી વિયેતનામી વિશિષ્ટતાઓ તેમ જ વિશેષ ઘડવામાં આવેલી શાકાહારી વાનગીઓ અને હલાલ વિકલ્પો જેવી ખાસ વિશેષાધિકાર સેવાઓનો સમાવેશ થાય છે.