અમદાવાદ : તાજેતરમાં ટુરીઝમ મલેશિયા દ્વારા મુંબઈમાં 8 થી 10 ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાયેલા આઉટબાઉન્ડ ટ્રાવેલ માર્ટ (OTM) અને 12 થી 22 ફેબ્રુઆરી 2024 .દરમિયાન નવી દિલ્હીમાં યોજાનાર આગામી દક્ષિણ એશિયા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સચેન્જ (SATTE) ના સહિત અનેક એવા પ્રવાસન પ્રદર્શનોમાં સક્રિય ભાગીદારી કરીને ભારતીય પ્રવાસીઓ પ્રત્યે તેની પ્રમોશનલ વ્યૂહરચનાઓ અને ઝુમ્બેશને વધુ તીવ્ર બનાવાનું એક અભિયાનનો શરૂઆત કરવામાં આવ્યું છે.
OTM ઇવેન્ટમાં સહભાગિતા ઉપરાંત ટુરીઝમ મલેશિયાએ મુંબઈમાં એક ફૂડ એન્ડ કલ્ચર પ્રમોશનલ ઈવેન્ટનું પણ આયોજન કર્યું હતું, જે 5મી થી 11મી ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી. આ ઇવેન્ટની સફળતાના આધારે, ટુરિઝમ મલેશિયા હવે ભારતના પાંચ મુખ્ય શહેરોમાં પોતાનું વેચાણ મિશનનું આયોજન કરી રહ્યું છે. આ મિશન 12મી ફેબ્રુઆરીથી 22મી ફેબ્રુઆરી દરમિયાન બેંગ્લોર થી શરૂ થઈને ચેન્નાઈ, કોલકાતા, અમદાવાદ જેવા શહેરોમાં જઈને નવી દિલ્હીમાં સમાપ્ત થશે. એના જ ભાગરૂપે ૧૯મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે એક રોડ શોનું આયોજન કોર્ટયાર્ડ બાય મેરિયટ હોટલ ખાતે કરવામાં આવ્યું હતું.
ટુરિઝમ મલેશિયાના આ મહત્વાકાંક્ષી મિશનનું નેતૃત્વ ટુરિઝમ મલેશિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (પ્લાનિંગ) શ્રી મનોહરન પેરિયાસામી દ્વારા કરવામાં આવ્યું છે , જેમાં 45 સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ડેલિગેશનમાં બે (2) રાજ્ય પ્રવાસન સંસ્થાઓ, ત્રણ (3) એરલાઇન્સ, 14 હોટેલ અને રિસોર્ટ ઓપરેટર્સ, 19 ટ્રાવેલ એજન્ટ્સ, છ (6) ઉત્પાદન માલિકો ના સાથે સાથે મલેશિયા કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન બ્યુરો (MyCEB), પણ શામેલ છે જે મલેશિયાના ટુરીઝમ, કલા અને સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક એજન્સી છે.
આ B2B ઇવેન્ટનું મુખ્ય હેતુ પર્યટન ઉત્પાદનો અને સેવાઓના મલેશિયન વિક્રેતાઓને ભારતીય સમકક્ષો સાથે પોતાના નેટવર્કિંગને મજબૂત કરવા અને મહત્વપૂર્ણ બજાર સાથે વ્યવસાયની તકો વિકસાવવા માટે એકસાથે લાવાનો છે. આ ઇવેન્ટમાં બિઝનેસ મેચિંગ સત્રો ઉપરાંત, નવરાશ અને વિશિષ્ટ પર્યટન બજારો જેમ કે મીટિંગ અને ઇન્સેન્ટિવ ગ્રુપ્સ (MICE), લગ્નો, ગોલ્ફિંગ અને કૌટુંબિક આનંદ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા સેમિનાર અને પ્રોડક્ટ પ્રેઝન્ટેશન હશે. આ વેચાણ મિશન અભિયાન સંબંધિત શહેરોમાંથી 500 થી વધુ ટ્રાવેલ એજન્ટો અને ટૂર ઓપરેટરોને એકત્ર કરે તેવી અપેક્ષા છે.
મજબૂત આર્થિક સંબંધો અને સાંસ્કૃતિક જોડાણો સાથે ભારત દેશ, મલેશિયા માટે મહત્ત્વપૂર્ણ પ્રાથમિકતાનું બજાર છે. ભારત મલેશિયાનો પાંચમો સૌથી મોટો પ્રવાસીઓનો સ્ત્રોત છે. મલેશિયામાં જાન્યુઆરી અને નવેમ્બર 2023 વચ્ચે 17.8 મિલિયન પ્રવાસીઓનું આગમન નોંધાયું હતું જેમાં ભારતમાંથી 587,703 પ્રવાસીઓ હતા. હવાઈ સુલભતાના સંદર્ભમાં, મલેશિયા એરલાઈન્સ, બાટિક એર, એરએશિયા અને ઈન્ડિગો દ્વારા ભારત અને મલેશિયા વચ્ચે સાપ્તાહિક 33,851 બેઠકોવાળી 181 ફ્લાઈટ્સ ઓફર કરવામાં આવે છે.
આ મિશન 1લી ડિસેમ્બર 2023થી 31મી ડિસેમ્બર 2024 સુધી 30 દિવસ સુધીના રોકાણ માટે ભારતના નાગરિકો માટે વિઝા-મુક્ત પ્રવેશ સાથે મલેશિયામાં તાજેતરમાં ઉઠાવવામાં આવેલા એન્ટ્રી વિઝાને પ્રોત્સાહન આપવાનું પણ છે. આ જાહેરાત મલેશિયાના વડા પ્રધાન દાતો શ્રી અનવર ઈબ્રાહીમ દ્વારા કરવામાં આવી હતી. વધુમાં, તે સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રચાર કવરેજ દ્વારા વિઝિટ મલેશિયા 2026ને પ્રમોટ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.