પ્રેમ પર આધારિત વેબ સીરીઝ ‘તારી મારી વાતો’ ટૂંક સમયમાં જાણીતા OTT પર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આ નવા ડિજિટલ યુગ માં માત્ર ફિલ્મો જ નહીં પરંતુ વેબ સીરીઝ એ પણ દરેક ના હૃદય માં એક નવું સ્થાન બનાવ્યું છે.
એવીજ એક નવી પ્રેમ પર આધારિત વેબ સીરીઝ લઈને આવી રહ્યા છે, લેખક અને દિગ્દર્શક મંથન મહેતા, જેનું શૂટીંગ શરૂ થઈ ગયું છે.

WhatsApp Image 2024 02 12 at 12.40.41

Web Series નું નામ છે તારી મારી વાતો. વાર્તા માં મુખ્ય પાત્રો ભજવી રહ્યા છે ક્રિના પાઠક અને અક્ષત રણા. જેમના સાથી કલાકાર છે કેતન પરમાર, હર્ષવી યોધ અને જયમીન સોલંકી. વાર્તા ની પટકથા લખી છે મંથન મહેતા એ અને સંવાદ લખ્યા છે અક્ષત રણા એ. વાર્તા બે યુવાન પ્રેમીઓ ની છે, ઘર થી દુર જ્યારે તમે રહો છો અને તમારા દિલ ની વાત તમે કોઈને કહી શકતા નથી, પણ પછી અચાનક એક એવુ વ્યક્તિ આવે છે તમારા જીવન માં જેના સાથે તમે ક્ષણ માં જ પોતાને એ વ્યક્તિ ને સોંપી દો છો. આ વેબ series તમને હસાવશે , રડાવશે અને પ્રેમ કરાવશે. તારી મારી વાતો વેબ series તમને શિગ્ર અતિ શીગ્ર ખૂબ જ જાણીતા OTT પર જોવા મળશે.

Share This Article