પાકિસ્તાનમાં ચૂંટણીના દિવસે જ આતંકવાદી હુમલો,
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ગુરુવારે સવારે ૮ વાગ્યે મતદાન શરૂ થયું હતું, જે સાંજના ૫ વાગ્યા સુધી ચાલશે. વોટિંગ દરમિયાન આતંકવાદી હુમલામાં ચાર પોલીસકર્મીઓના જીવ ગયા હતા. પાકિસ્તાની મીડિયા અનુસાર, ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં ચૂંટણી ફરજ પરના ચાર પોલીસકર્મીઓ માર્યા ગયા છે. અગાઉ, ચૂંટણીના એક દિવસ પહેલા, બલૂચિસ્તાન પ્રાંતમાં ચૂંટણી કાર્યાલયોને નિશાન બનાવતા બે બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૩૦ લોકો માર્યા ગયા હતા અને ૩૦ અન્ય ઘાયલ થયા હતા. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન મતદાન દરમિયાન જેલમાં છે. માનવામાં આવે છે કે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી આ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે કારણ કે તેને સેનાનું સમર્થન છે. આ ચૂંટણીઓમાં દેશભરના કુલ ૧૨,૮૫,૮૫,૭૬૦ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાનને ધ્યાનમાં રાખીને આજે દેશમાં જાહેર રજા આપવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મત ગણતરી શરૂ થશે. સામાન્ય ચૂંટણી માટે લગભગ ૬,૫૦,૦૦૦ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન, પાકિસ્તાનની રખેવાળ સરકારે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં કથળતી સુરક્ષા સ્થિતિને કારણે મોબાઈલ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે તેણે ‘બગડતી સુરક્ષા સ્થિતિ’ને ધ્યાનમાં રાખીને ‘દેશભરમાં મોબાઇલ સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો’ ર્નિણય લીધો છે. એવા પણ અહેવાલો છે કે કરાચી અને પેશાવર સહિતના કેટલાક શહેરોમાં ફોન સેવા પણ પ્રભાવિત થઈ છે. ઈન્ટરનેટ અને સેલ્યુલર સેવાઓની અસર પર, મુખ્ય ચૂંટણી કમિશનર (ઝ્રઈઝ્ર) સિકંદર સુલતાન રાજાએ કહ્યું કે ઈઝ્રઁ મંત્રાલયને સેવાઓ ફરીથી શરૂ કરવા માટે કહેશે નહીં. બુધવારે પણ પાકિસ્તાનમાં બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. પ્રથમ ઘટનામાં, પિશિન જિલ્લામાં અપક્ષ ઉમેદવાર અસફંદ્યાર ખાન કાકરના કાર્યાલયની બહાર પ્રચંડ વિસ્ફોટમાં ૨૦ લોકો માર્યા ગયા અને ૩૦ અન્ય ઘાયલ થયા. એક કલાક કરતાં ઓછા સમય પછી, કિલા અબ્દુલ્લા વિસ્તારમાં જમીયત ઉલેમા ઇસ્લામ (ત્નેંૈં) ના ચૂંટણી કાર્યાલયની બહાર બીજાે બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં ૧૦ લોકો માર્યા ગયા અને ૨૨ અન્ય ઘાયલ થયા.
Here are ten key points highlighting Jay Patel’s contributions to IFFI, his role as a producer, and his engagement with influential films
Special Screening at the 50th IFFI: Jay Patel’s film, I’m Gonna Tell God Everything, was featured in a special screening...
Read more