2024નો બહુપ્રતિક્ષિત ઉર્દુ ડ્રામા ભારતીય ટીવી પર આ મહિને રિલીઝ થવા માટે સુસજ્જ
એન્ટરટેઈનમેન્ટ બ્રાન્ડ ઝિંદગી 26મી ફેબ્રુઆરી, 2024ના રોજ તેના બહુપ્રતિક્ષિત શો અબદુલ્લાપુર કા દેવદાસના લોન્ચ સાથે ભારતીય દર્શકોને મોહિત કરવા માટે સુસજ્જ છે. અંજુમ શહઝાદ દ્વારા દિગ્દર્શિત અને શાહિદ ડોગર દ્વારા લિખિત આ 13 એપિસોડનો શો પ્રેમ, મૈત્રી, કાવ્યાત્મક ડ્રામાનું મંત્રમુગ્ધ કરનારું સંમિશ્રણ આપવા માટે વચનબદ્ધ છે. નાના શહેરની પાર્શ્વભૂમાં અબદુલ્લાપુર કા દેવદાસ એક જૂઠી લવ સ્ટોરી ફેમ બિલાલ અબ્બાસના પાત્ર ફખર અને રઝા તલીશના પાત્ર કશીફની નવા યુગની વાર્તા છે, જે બંને બેસ્ટ ફ્રેન્ડ્સ હોઈ અજ્ઞાત રીતે એક દ મહિલા સારા ખાન દ્વારા ભજવાતી ગુલબાનો સાથે પ્રેમમાં પડી જાય છે. જોકે ગુલબાનો નનામી કવિ દેવદાસથી મોહિત છે. વાર્તા આગળ વધે છે તેમ કશીફ પોતાને દેવદાસ હોવાનું જણાવે છે, જેથી ગુલબાનોની ઈચ્છાનો વિષયવસ્તુ બને છે. જોકે અસલી દેવદાસ તો ફખર છે.
અબદુલ્લાપુર કા દેવદાસ ક્લાસિક પ્રેમકથા છે અને પ્રેમમાં પડેલી વ્યક્તિ તેમના પ્રેમનો ત્યાગ કરવાનો આવે છતાં સર્વ સીમાઓને કઈ રીતે પાર કરે છે તેની ક્લાસિક વાર્તા છે. આ હૃદયસ્પર્શી વાર્તા પ્રેમ, મૈત્રી, દગાબાજી અને ત્યાગનું પાવર પેકેજ છે. ઉફરાંત કલાકારોમાં સવેરા નદીમ, અનૌશે અબ્બાસી અને નોમાન ઈજાઝ છે, જેઓ વાર્તામાં ઊંડાણ ઉમેરે છે. શો પ્રેમ અને મૈત્રી વચ્ચે નાજુક સંતુલનની ખોજ પણ કરે છે, જે મહેબૂબ યા મહોબ્બત? પ્રશ્ન ઊભો કરે છે. પ્રેમ આપણા જીવનમાં સર્વ શક્તિઓને પકડી રાખે છે ત્યારે ત્યાગ અને બાંધછોડ શોમાં મહત્ત્વપૂર્ણ બની જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે ફખર (બિલાલ અબ્બાસ)ને પોતાની પૂર્વે પોતાની પ્રેમિકાની ખુશીની ચિંતા છે, જે માટે આખરે તે બધું ત્યાગ કરવા સુધી પહોંચી જાય છે. ઝિંદગીની નક્કર બહુસાંસ્કૃતિક વાર્તા લાવવાની કટિબદ્ધતા આ શોને સૌથી બહુપ્રતિક્ષિતમાંથી એક બનાવે છે.
આ અનુભવને વધુ ઊંચાઈએ લઈ જતાં અબદુલ્લાપુર કા દેવદાસ તમારે માટે અંતરને ઢંઢોળતાં ગીતો પણ લાવશે, જેમાં બીબી સદા દિલ મોર દે ગીત ઝાઈન અલી, ઝુહૈબ અલી, સામી ખાન, ઈકરા મંઝૂરે ગાયું છે અને ગીતના બોલ (પુનઃનિર્મિતી) સામી ખાનના છે અને ઓહ સાહિબ ગીત અદનાન ધૂલ, ઝાઈન અને ઝોહેબે ગાયું છે, ગીતના બોલ અસીમ રઝાના છે, જે ગીતોના સ્પર્શ સાથે વાર્તાકથનને સમૃદ્ધ બનાવે છે. ભારતમાં મોહિની પાથરવા માટે આવી રહેલી સારાહ ખાન કહે છે, “અબદુલ્લા કા દેવદાસે અત્યંત હૃદયસ્પર્શી રીતે પરંતુ મનમાં વસી જાય તે રીતે પ્રેમકથાઓના વિચારમાં વળાંક રજૂ કર્યો છે. અજોડ પટકથા પર આવા પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાનો અનુભવ સુંદર છે. મારી પ્રથમ મિટિંગમાં મેં વાર્તા સાંભળતાં જ ગુલાબોની ભૂમિકા હું જ ભજવવાની છું તે જાણતી હતી. શાહઝાદ નવાઝ, સવીરા નદીમ, બિલાલ અબ્બાસ અને અન્ય કલાકારો સાથે કામ કોઈ પણ કલાકાર માટે સપનું સાકાર થવા બરાબર છે. ડાયરેક્ટર અંજુમ શાહઝાદે શોની દરેક બારીકાઈ પર કામ કરીને હું ગુલબાનો મારી મહત્તમ ક્ષમતાએ ભજવું એવું ચાહતા હતા. ઝિંદગી પર તે રિલીઝ થઈ રહી છે એ બહુ રોમાંચક વાત છે. ભારતીય દર્શકો હંમેશાં પ્રેમ આપવાની બાબતમાં ઉદાર રહ્યા છે અને હું અમારી હૃદયસ્પર્શી વાર્તાને કેવો પ્રતિસાદ મળે છે તે જોવા માટે ઉત્સુક છું.”
કશીફની ભૂમિકા ભજવતો પ્રતિભાશાળી અભિનેતા રઝા તલીશ કહે છે, “હું અબદુલ્લાપુર કા દેવદાસ વિશે ભારે રોમાંચિત છું, જે ઝિંદગી થકી ભારતીય પડદા પર ઊતરવાનો છે. બધા કલાકારો અને ક્રુને પ્રોજેક્ટમાં એટલો વિશ્વાસ છે કે તેની બારીકાઈથી ગૂંથેલી વાર્તાની ખૂબી પ્રદર્શિત કરે છે. આને કારણે ફિલ્માંકનનો પ્રવાસ વાસ્તવવાદી સાથે મજબૂત બન્યો છે. આ વાર્તા આવી વધુ વાર્તાઓ આવે એવું આપણને મહેસૂસ કરાવે છે અને હું આ ક્રિયાત્મક નંગનો હિસ્સો છું તેની મને ખુશી છે. તે ટીવી પર રિલીઝ થઈ રહ્યો છે ત્યારે પ્રેમ, ત્યાગ અને મૈત્રીની અમારી વાર્તા સાથે દર્શકો કઈ રીતે જોડાણ કરે છે તે જોવા માટે હું ઉત્સુક છું. અમારા બધાને માટે આ રોમાંચક અવસર છે.”
ઝિંદગી પર શોના આગામી લોન્ચ પર બોલતાં ડાયરેક્ટર અને દીર્ઘદ્રષ્ટા અંજુમ શાહઝાદ કહે છે, “અભદુલ્લાપુર કા દેવદાસ પ્રેમકથા પણ વિશેષ છે. તે માનવી ભાવનાઓની રોલર કોસ્ટર સવારી છે. પ્રેમ અને દેવદાસ એક સિક્કાની બે બાજુ છે. ક્લાસિક દેવદાસ હોય કે આધુનિક અબદુલ્લાપુર કા દેવદાસ હોય, અસલ પ્રેમ બંને વાર્તાના હાર્દમાં છે. શૈલજા કેજરીવાલ (ભારતનાં નિર્માત્રી) આ વાર્તા સાકાર કરવા ચાવીરૂપ હતાં. ઝિંદગી સંસ્કૃતિ પાર વાર્તાકથન માટે અદભુત મંચ છે. હું ભારતમાં અમારા મિત્રો પાસેથી મૂલ્યવાન ફીડબેક માટે ઉત્સુક છું.”
ઝિંદગી પર અબદુલ્લાપુર કા દેવદાસની રિલીઝ વિશે બોલતાં નિર્માત્રી શૈલજા કેજરીવાલ કહે છે, “આ વાર્તા નાના શહેર અબદુલ્લામાંથી ઉદભવે છે, જે લગની, હૃદયભંગ અને અણધાર્યા વળાંકોનું આંતરગૂંથણ કરીને સંબંધોની નાજુક જાળ ઉજાગર કરે છે. અબદુલ્લાપુર કા દેવદાસ માનવી હૃદયમાં ઊતરીને પ્રેમ કેવા અણધાર્યા વળાંકો અને દગાબાજી લાવી શકે તે દર્શાવે છે. હું મંત્રમુગ્ધ કરનારું વાર્તાકથન અને અમારા પ્રતિભાશાળી કલાકારો દ્વારા શક્તિશાળી પરફોર્મન્સને અનુભવવા માટે ઉત્સુક છું.”અબુદુલ્લાપુર કા દેવદાસ 2024માં બહુપ્રતિક્ષિત શો તરીકે ઊભરી આવ્યો છે, જે કળા થકી ચળવળ લાવવા માગે છે, જે ભૌગોલિક બંધનની પાર નીકળે છેઅને વૈવિધ્યપૂર્ણ વાર્તા માટે સમાન સરાહનાને પોષે છે