પોતાનું પ્રથમ આઈસ્ક્રીમ પાર્લર હેવફન શરૂ કર્યું
આ લોન્ચની સાથે હેવફન પાર્લર્સની કુલ સંખ્યા સમગ્ર ગુજરાતમાં 54 અને ભારતમાં 239 પર પહોંચી
ગુજરાત: હેવમોર એ લોટે વેલફૂડ કો.લિમિટેડનો એક ભાગ છે અને ભારતની સૌથી પ્રિય આઈસ્ક્રીમ બ્રાન્ડ્સમાંની એક છે. હેવમોર એ ગુજરાતના નડિયાદમાં પોતાનું પ્રથમ આઈસ્ક્રીમ પાર્લર હેવફન શરૂ કર્યું છે. આ સાથે સમગ્ર ગુજરાતમાં હેવફન આઈસ્ક્રીમ પાર્લરની કુલ સંખ્યા 54 અને સમગ્ર ભારતમાં 239 થઈ ગઈ છે.
ગુજરાતમાં પોતાનું 54મું હેવફન પાર્લરના ઉદ્ઘાટનની સાથે હેવમોરનું લક્ષ્ય પોતાની બ્રાન્ડની મજબૂતાઈ સાથે તેને હાલમાં ગુજરાતમાં ગ્રાહકો તરફથી મળેલા પ્રેમને મજબૂત કરવાનો છે અને આ ક્ષેત્રમાં પસંદગીના આઈસ્ક્રીમ ડેસ્ટિનેશનના રૂપમાં પોતાની ઉપસ્થિતિને વધારવાનો છે. હેવફન પાર્લર પરિવાર અને મિત્રો સાથે યાદગાર પળો શેર કરવા માટે એક બેસ્ટ ડેસ્ટિનેશનનું બનવાનું વચન આપે છે. સ્કૂપ્સ, કેક, સન્ડેસ અને શેક તેમજ હેવફન સાથે યાદગાર અનુભવ આપવો એ નડિયાદના તમામ આઇસ્ક્રીમ લવર્સ માટે એક બેસ્ટ ડેસ્ટિનેશન છે. 495 ચોરસ ફૂટના વિશાળ સ્ક્વેર ફીટ સાથેનું આ નવું પાર્લર ગ્રાહકોને આરામદાયક વાતાવરણમાં તેમની મનપસંદ વસ્તુઓનો સ્વાદ માણવા માટે પૂરતી બેઠક તેમજ આરામદાયક વાતાવરણનું વચન પણ આપે છે.
હેવફન પાર્લરનું લોન્ચિંગ કસ્ટમર અને સંભવિત ફ્રેન્ચાઈઝી બંને માટે 2024ને લઈને બ્રાંડની મહત્વાકાંક્ષી ડેવલોપમેન્ટ યોજનાઓને અનુરૂપ છે. હેવમોર પોતાની સ્વાદિષ્ટ અને ક્રીમી આઈસ્ક્રીમ સીરીઝ સાથે 11 થી વધુ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કસ્ટમરની વ્યાપક રેન્જની અપિલ સાથે રાષ્ટ્રીય બ્રાન્ડ તરીકે પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. હેવમોર પોતાની સ્વાદિષ્ટ અને ક્રીમી આઈસ્ક્રીમમાં ૧૦૦ ટકા દૂધનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આ બ્રાન્ડનું વેચાણ સતત થઇ રહ્યું છે.