- મેડ ઈન ઈન્ડિયા ગેલેક્સી XCover7 આધુનિક 5G કનેક્ટિવિટી અને અપગ્રેડેડ મોબાઈલ પ્રોરેસર પરફોર્મન્સ સાથે બહેતર મોબિલિટી પ્રદાન કરશે.
- વધતી સ્પર્શની સંવેદનશીલતા સાથે ગેલેક્સ XCover7ગ્લવ્ઝ ઓન સાથે પણ યુસેજને સપોર્ટ કરે છે.
- ગેલેક્સી XCover7રિપ્લેસેબલ બેટરી ઓફર કરે છે અને આ વિશ્વસનીય પ્રોડક્ટ ચાર્જિંગ વધુ સુવિધાજનક અને ઝડપી બનાવે છે.
- પુશ-ટુ-ટોક, બારકોડ સ્કેનિંગ અને ચોક્કસ એપ્લિકેશન્સને ઝડપી પહોંચ જેવા કસ્ટમાઈઝેબલ શોર્ટકટ્સ માટે પ્રોગ્રામેબલ કીનો સમાવેશ થાય છે.
ગુરુગ્રામ: ભારતની સૌથી વિશાળ ક્ન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ SAMSUNG દ્વારા આજે સૌપ્રથમ એન્ટરપ્રાઈઝ ફોકસ્ડ સ્માર્ટફોન Galaxy XCover7રજૂકરવામાં આવ્યો, જે શક્તિશાળી ડિવાઈસ રગ્ડ છે અને ઉત્તમ યુઝેબિલિટી ઓફર કરે છે. ગેલેક્સી XCover7 સર્વાઈવ એક્સ્ટ્રીમ સ્થિતિઓ માટે ઘડવામાં આવ્યો છે, જેનું લક્ષ્ય વ્યાવસાયિકોનું જીવન આસાન બનાવવાનું, ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવાનું, આસાન સાતત્યતા અને બહારી પરિબળો દ્વારા પેદા થતા અવરોધોનું જોખમ ઓછું કરવાનું છે, જેથી તેઓ ઝડપથી અને સ્માર્ટ રીતે કામ કરી શકે.
Galaxy XCover7 5G કનેક્ટિવિટી, અપગ્રેડેડ મોબાઈલ પ્રોસેસર પરફોર્મન્સ અને વધારેલી મેમરી સાથે બહેતર મોબિલિટી પ્રદાન કરે છે. ઉપરાંત ગેલેક્સી XCover7 સિંગલ અને મલ્ટીપલ બારકોડ / ક્યુઆર કોડ સ્કનિંગ અને વિસ્તારિત ડિસ્પ્લે આકાર તથા રિઝોલ્યુશન માટે ઓપ્ટિમાઈઝ્ડ નવા શક્તિશાળી રિયર કેમેરા સાથે આવે છે, જે યુઝર્સને સેટિંગ્સના વિવિધ પ્રકતારમાં કામ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. કોઈ પણ સેટિંગમાં સુવિધાજનક રિચાર્જિંગ માટે આસાન પોગો ચાર્જિંગ પિન અને વધારેલી ટચ સંવેદનશીલતા ગ્લવ્ઝ ઓન સાથે પણ યુસેજને સપોર્ટ કરતા હોઈ ગેલેક્સી XCover7નેવિશ્વસનીય અને સુવિધાજનક અભિમુખ પ્રોડક્ટ બનાવે છે.
તેનું ટકાઉપણું અને અત્યાધુનિક ફીચર્સની વ્યાખ્યા કરતાં ગેલેક્સી XCover7આસાન સાતત્યતા અને બહેતર ઉત્પાદકતાની ખાતરી રાખીને યુઝર્સને દુનિયામાં ગમે ત્યાંથી કામ કરવાની અનુકૂળતા આપે છે. સ્માર્ટફોન સિરીઝ આકર્ષક, પહોળા સ્ક્રીનના ડિસ્પ્લે સાથે આવે છે, જે વિઝ્યુઅલ ક્લેરિટી બહેતર બનાવીને યુઝર્સને ફિલ્ડ પર પણ વધુ કાર્યક્ષમ રીતે કામ કરવાની મદદ થાયછે. ગેલેક્સી XCover7માં નોક્સ વોલ્ટ પિન કોડ્સ, પાસવર્ડસ અને પેટર્ન્સ જેવી લોક સ્ક્રીન માહિતી સહિત આ ડિવાઈસીસ પર સૌથી મહત્ત્વપૂર્ણ ડેટાનું રક્ષણ કરવામાં મદદ કરે છે.
“સેમસંગમાં અમારો હેતુ અમારા યુઝર્સને અમારી પ્રોડક્ટ ઓફર થકી સુવિધા અને ટકાઉપણું પૂરું પાડવાનો છે. અમે ગેલેક્સી XCover7 સિરીઝ બે પ્રકારમાં રજૂ કરી છે, જેમાં ગેલેક્સી XCover7 એન્ટરપ્રાઈઝ એડિશન અને સ્ટાન્ડર્ડ એડિશનનો સમાવેશ થાય છે. બંને ડિવાઈસીસ અત્યાધુનિક ટેકનોલોજીઓ સાથે સમૃદ્ધ છે, જે તેમને અત્યંત શક્તિશાળી અને કપરી હવામાનની સ્થિતિઓમાં પ્રતિરોધક બનાવે છે. નોક્સ દ્વારા પાવર્ડ અમે આ ક્રાંતિકારી મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સને અમારા કોર્પોરેટ ગ્રાહકો માટે લાવવા ભારે રોમાંચિત છીએ અને તેનાથી કંપનીની ઉત્પાદકતા વધશે અને ડેટાની સલામતીની ખાતરી રહેશે એવી આશા છે,”એમ સેમસંગ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી આકાશ સકસેનાએ જણાવ્યું હતું.
નેક્સ્ટ-લેવલ ટકાઉપણા સાથે ટકાઉપણા માટે નિર્માણ
મજબૂત કેસ અને મજબૂત ગ્લાસ ડિસ્પ્લે સાથે ગેલેક્સી XCover7મિલિટરી ગ્રેડ ટકાઉપણા (MIL-STD-810H2)નાં ધોરણોનું પાલન કરે છે અને તીવ્ર તાપમાન અને વરસાદ સહિત તીવ્ર હવામાનની સ્થિતિઓને ઝીલી શકે તેની ખાતરી રાખવા માટે સઘન પરીક્ષણમાંથી પસાર કરાયા છે. IP68-રેટેડ1સ્માર્ટફોન જળ અને ધૂળ રહિત હોવા સાથે 1.5 મીટર3 સુધી પાણીનાં ટીપાંને ઝીલી શકે તે રીતે નિર્માણ કરાયા છે, જેથી ગમે તે રીતે હાથ ધરવાથી અથવા દુર્ઘટનાથી તેની કામગીરીને કોઈ અસર થતી નથી.
ઉત્પાદકતા અને સલામતી મહત્તમ બનાવવા માટે ઘડાયા છે
ઝડપી કામગીરી માટે કસ્ટમાઈઝેબલ શોર્ટકટ્સ અને શક્તિશાળી પ્રોસેસર માટે પ્રોગ્રામેબલ કી સાથે ગેલેક્સી XCover7યુઝર્સને બહેતર કામ કરવા માટે સશક્ત બનાવે છે, જ્યારે તેનું સેમસંગ નોક્સ વોલ્ટ તેમના ડેટાની સુરક્ષાની ખાતરી રાખવા સાથે અલગ, ચેડાં-રહિત હાર્ડવેરમાં મહત્ત્વપૂર્ણ માહિતીનું રક્ષણ કરે છે. ડિવાઈસમાં 50MP રિયર કેમેરા અને 5MP ફ્રન્ટ કેમેરા છે અને 128GB ઈન્ટરનલ મેમરી સાથે 6GB RAM ઓફર કરે છે, જે માઈક્રોએસડી કાર્ડ થકી 1TB સુધી વિસ્તારી શકાય છે.
કિંમત, પ્રકાર અને ક્યાંથી ખરીદી કરશો
કોર્પોરેટ અને સંસ્થાકીય ગ્રાહકો હવે ગેલેક્સી XCover7ની ખરીદી Samsung.comપર અમે અમારા ઓનલાઈન ઈપીપી પોર્ટલ – www.samsung.com/in/corporateplusપર ખરીદી કરી શકે છે. બલ્ક ખરીદી માટે ગ્રાહકો- https://www.samsung.com/in/business/smartphones/xcover/fill-details/પર પૂછપરછ કરી શકે છે.
પ્રોડક્ટ બે એડિશનમાં મળશે- સ્ટાન્ડર્ડ અને એન્ટરપ્રાઈઝ, જે અનુક્રમે 10INR 27208 અને INR 27530 માં ઉપલબ્ધ થઈ શકશે.
નોક્સ સ્યુટ સબ્સ્ક્રિપ્શન
સેમસંગ ગેલેક્સી XCover7 એન્ટરપ્રાઈઝ એડિશન પર નોક્સ સ્યુટનું 12 મહિનાનું સબ્સ્ક્રિપ્શન ઓફર કરે છે, જે યુઝર્સ ટૂલસને તેમના જીવનચક્રમાં ડિવાઈસીસ સિક્યોર, ડિપ્લોય અને મેનેજ કરવાની અનુકૂળતા આપે છે.
વોરન્ટી
ગ્રાહકોને સ્ટાન્ડર્ડ એડિશન પર 1 વર્ષની વોરન્ટી અને એન્ટરપ્રાઈઝ એડિશન પર 2 વર્ષની વોરન્ટી ઓફર કરવામાં આવશે.