અમદાવાદ: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અમદાવાદના ઓન્કોવિન કેન્સર સેન્ટર્સ દ્વારા સ્ટેપાથોન – 2024 પહેલ અંતર્ગત કેન્સર વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી 5 કિ.મી.ની વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમે પાર્ટિસિપેન્ટ્સની વચ્ચે એકતા અને સમર્થનનો એક અદ્ભૂત જીવંત માહોલ ઉભો કર્યો હતો. 5 કિ.મી.ની વોકનો ઉદ્દેશ માત્ર કેન્સર વિશે જાગૃતિ લાવવાનો જ નહોતો પણ કેન્સર યોદ્ધાઓની શક્તિ, સ્થિતિ સ્થાપકતા અને આશાની ઉજવણી પણ કરવાનો હતો. અમદાવાદના સિંધુ ભવન રોડ પર ફ્રીઝબી ફૂડ પાર્ક નજીક સવારે 6 કલાકે આયોજીત સ્ટેપાથોન – 2024 એ કેન્સરથી પ્રભાવિત લોકો માટે અવેરનેસ અને સપોર્ટ કરવાની દિશામાં એક અનોખી પહેલ હતી. આશા, શક્તિ અને એકતાના સંદેશાઓ ધરાવતા પ્લેકાર્ડ્સથી સજ્જ પાર્ટિસિપેન્ટ્સે કેન્સરની વિરુદ્ધ લડાઈમાં સામૂહિક ભાવના પર ભાર મૂકતા એક અદ્ભુત દ્રશ્ય ઊભું કર્યું હતું.
ઓન્કોવિન કેન્સર સેન્ટરના સહ-સ્થાપક અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. ઇતેશ ખટવાનીએ કહ્યું કે, “ સ્ટેપાથોન પહેલને મળેલા અદભુત પ્રતિસાદથી અમે ખૂબ જ ખુશ છીએ અને કેન્સર સામેની સામૂહિક લડાઈનો એક ભાગ બનવા બદલ તમામ પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. કેન્સરના કેસ વધી રહ્યા છે ત્યારે અવેરનેસ અને ટ્રીટમેન્ટ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અમે સ્ટેપાથોન જેવી પહેલ દ્વારા કેન્સર વિશે વધુ જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.”
સ્ટેપાથોન ૨૦૨૪ એ કેન્સર વિશે અવેરનેસ લાવવા અને તેના પ્રિવેન્શન, ડિટેકશન અને ટ્રીટમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પર મનાવવામાં આવતા વિશ્વ કેન્સર દિવસના મહત્વ પર ભાર મૂકે છે. અમદાવાદમાં કેન્સરની સારવારમાં અગ્રણી સંસ્થા એવી ઓન્કોવિન કેન્સર સેન્ટર એ હાઈ ક્વોલિટી, રીઝલ્ટ ઓરિએન્ટેડ ટ્રીટમેન્ટ તેમજ બ્લડ ડીસીસ મેનેજમેન્ટ પ્રદાન કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા માટે જાણીતું છે. આ દેશના પશ્ચિમ ભાગમાં દરેક જરૂરિયાતમંદ દર્દી સુધી પહોંચવાના મિશન પર છે. અત્યાધુનિક ટેક્નોલોજી અને નિષ્ણાતોની સમર્પિત ટીમ સાથે ઓન્કોવિનનું લક્ષ્ય ગુજરાતમાં ગુણવત્તાયુક્ત કેન્સર કેરનો સમાનાર્થી બનવાનું છે.
મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. ગૌરાંગ મોદી અને ડૉ. રૂષભ કોઠારી ઓન્કોવિનના અન્ય સહ-સ્થાપક છે. ઓન્કોવિનના ડોકટરોની ટીમમાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. પલક ભટ્ટ અને પીડિયાટ્રિક હેમેટો ઑન્કોલોજિસ્ટ ડૉ. ગીતા ખટવાનીનો પણ સમાવેશ થાય છે. ઓન્કોવિનની સેવાઓમાં કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, પીડિયાટ્રિક હેમેટોલોજી અને ઓન્કોલોજી, ઇન્ટ્રાથેકલ કીમોથેરાપી, બોન મેરો પ્રોસિઝર અને પલ્લીએટિવ કેરનો સમાવેશ થાય છે. સેન્ટર ફેસીલીટીમાં જેનરીક કાઉન્સિલિંગ, ટેસ્ટિંગ પ્રીવેન્ટીવ ઓન્કોલોજી અને સ્ક્રીનીંગ, ડે કેર અને ઇન્ડોર ફેસિલિટી, ઓન્કોપેથોલોજી, કેન્સર પેઇન મેનેજમેન્ટ, કેન્સર માટે ન્યુટ્રિશન કેર અને વેક્સિનેશન સમાવેશ થાય છે.