કમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર, GCRI દ્વારા આજે “કેન્સર અવેરનેસ ડે” ની ઉજવણી કંઈક અલગ રીતે કરવામાં આવી. કમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટરના ડો. ગીતાબેન જોશી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્સરના દર્દીઓ માટે મનોરંજનના ક્રાયક્રમોનું આયોજન કરવામાં આવ્યું. અને નર્સિગના વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર જાગૃતિ માટેના પોસ્ટર્સનું એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું હતું. ઉપરાંત આ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આગામી ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ના ઇન્દ્રધનુષ અભિયાનના ટીમ ઓરેંજેસના શ્રીમતી ઇલા ગોહિલ, શ્રીમતી મેઘના ઓઝા, શ્રીમતી ફેમિના શાહ જેવા લેડીઝ ઉપસ્થિત રહ્યા હતા
આ સેંટર પર કેન્સરના દર્દીઓની સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવે છે. એ ઉપરાંત દર્દીઓના સગાઓનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આ સાથે 11 ફેબ્રુઆરીના રોજ કમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર અને સંજીવની NGO ના સયુંકત ઉપક્રમે એક “વોકાથોન” નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને આ અંગેની અવેરનેસ માટે કામ કરશે.