અમેરિકાના રાષ્ટ્રપતિએ શુક્રવારે ઇરાક અને સીરિયામાં આતંકવાદી જૂથોને કડક ચેતવણી આપી
વોશીંગ્ટન : રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધો હજુ પૂરા થયા નથી કે અમેરિકાએ પણ યુદ્ધ શરૂ કરી દીધું છે. તેણે ઈરાન પાસેથી બદલો લેવાનું શરૂ કરી દીધું છે. આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેને શુક્રવારે ઇરાક અને સીરિયામાં આતંકવાદી જૂથોને કડક ચેતવણી આપી છે. આ જૂથોએ યુએસ અને તેના સાથીઓ પર છૂટાછવાયા પરંતુ સતત હુમલા કર્યા છે જાેર્ડન હુમલાના જવાબમાં, અમેરિકાએ સીરિયા અને ઇરાકમાં ૮૫ લક્ષ્યો પર બોમ્બમારો કર્યો છે, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. યુએસ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના યુદ્ધ વિમાનોએ શુક્રવારે ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ (આઈઆરજીસી) અને ઈરાક અને સીરિયામાં તેમના સમર્થિત મિલિશિયાના ૮૫ થી વધુ લક્ષ્યો પર જવાબી હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકી સેનાએ ખાસ કરીને ઈરાનની કુદ્સ ફોર્સને નિશાન બનાવી છે. જાેર્ડનમાં થયેલા ઘાતક હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો માર્યા ગયા અને ૪૦થી વધુ લોકો ઘાયલ થયા. આ પછી, અમેરિકી સેનાએ માહિતી આપતાં કહ્યું કે, શુક્રવારે અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ અને ઈરાક અને સીરિયામાં તેમના સમર્થિત મિલિશિયાના ૮૫ થી વધુ લક્ષ્યો પર જવાબી હવાઈ હુમલા કર્યા છે. જાે કે, યુએસ સ્ટ્રાઈકમાં ઈરાનની અંદર કોઈ સ્થાનને નિશાન બનાવવામાં આવ્યું ન હતું. યુએસ સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલામાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, રોકેટ, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી તેમજ લોજિસ્ટિકસ અને દારૂગોળાની સપ્લાય ચેઇન સુવિધાઓ સહિતના લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં સીરિયામાં ચાર અને ઈરાકમાં ત્રણ સહિત સાત સ્થળોએ ૮૫ થી વધુ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેઓએ IRGCના વિદેશી જાસૂસી અને અર્ધલશ્કરી દળો, કુડ્સ ફોર્સને નિશાન બનાવ્યું, જે મધ્ય પૂર્વમાં, લેબનોનથી ઇરાક અને યમનથી સીરિયા સુધીના અમારા સહયોગી દળોને નોંધપાત્ર રીતે અસર કરે છે. હુમલામાં બી-૧ લાંબા અંતરના બોમ્બરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે સીરિયામાં ઈરાન સમર્થિત ૧૮ આતંકવાદીઓ માર્યા ગયા હતા. બિડેન સૈનિકોના પરિવારોને મળ્યા હતા મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્યના હવાઈ હુમલાનું વર્ણન કરતા રાષ્ટ્રપતિ જાે બિડેને કહ્યું કે, ગયા રવિવારે, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ સમર્થિત આતંકવાદી જૂથ દ્વારા જાેર્ડનમાં ડ્રોન દ્વારા ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. આજે શરૂઆતમાં મેં ડોવર એરફોર્સ બેઝ પર આ બહાદુર અમેરિકનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને મેં તેમના દરેક પરિવાર સાથે વાત કરી છે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more