સોળમા નાણાં પંચની રચના ૩૧.૧૨.૨૦૨૩ના રોજ કરવામાં આવી હતી, જેમાં નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી અરવિંદ પનગઢિયા તેના અધ્યક્ષ રહ્યા છે. હવે ભારતના રાષ્ટ્રપતિની મંજૂરીથી કમિશનમાં નીચેના સભ્યોની નિમણૂક કરવામાં આવે છે.
૧. શ્રી. અજય નારાયણ ઝા, પૂર્વ સભ્ય, ૧૫મા નાણાં પંચ અને પૂર્વ સચિવ, ખર્ચ – પૂર્ણ સમય સભ્ય
૨. શ્રીમતી એની જ્યોર્જ મેથ્યુ, પૂર્વ વિશેષ સચિવ, ખર્ચ – પૂર્ણ સમય સભ્ય
૩. ડૉ. નિરંજન રાજાધ્યક્ષ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અર્થા ગ્લોબલ – પૂર્ણ સમય સભ્ય
૪. ડૉ. સૌમ્યા કાંતિ ઘોષ, ગ્રૂપના ચીફ ઇકોનોમિક એડવાઇઝર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
- પાર્ટ ટાઇમ સભ્ય
કમિશનની શરતો ૩૧.૧૨.૨૦૨૩ ના રોજ સૂચિત કરવામાં આવી હતી.
૧૬મી નાણાપંચને ૧લી એપ્રિલ, ૨૦૨૬થી શરૂ થતા ૫ વર્ષના એવોર્ડ સમયગાળાને આવરી લેતા ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૫ સુધીમાં તેની ભલામણો ઉપલબ્ધ કરાવવા વિનંતી કરવામાં આવી છે.