તમકુહી રોડ અ દુદાહી સ્ટેશન વચ્ચે સ્થિત માનવ રહિત રેલવે ક્રોસિંગ પર એક દૂર્ઘટનાપૂર્ણ દૂર્ઘટના ઘટી. આ ઘટનાને લઇને ફરીથી માનવ રહિત ફાટકને લઇને સવાલો ઉભા થયા છે.
આજે સવારે ૬.૪૫ કલાકે એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં શાળાના માસૂમ ૧૩ બાળકોના મૃત્યુ થયા છે અને ૭ ઘાયલ બાળકોને પડરૌના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. આ દૂર્ધટનાને લઇને વહીવટી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ દૂર્ઘટના પર કેન્દ્રીય રેલ અને કોલસા મંત્રી પીયુષ ગોયલે જાવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં કુશીનગર ખાતે નામવ રહિત રેલવે ક્રોસિંગ પર દુર્ઘટનામાં શાળાના બાળકોના મૃત્યુથી મને અત્યંત દુઃખ થયું છે. મારી સંવેદનાઓ તેઓના પરિવારજનોની સાથે છે.
આ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોને ૨ લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘવાયેલા બાળકોને ૧ લાખ રૂપિયા અ સામાન્ય ઘવાયેલાઓને ૫૦ હજાર રૂપિયાની સહાય રેલવે મંત્રાલય તરફથી કરવામાં આવી છે.