મંદિરમાં બે દિગ્ગ્જ નેતાઓની પણ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી
ભરૂચ : ૨૨ જાન્યુઆરીએ અભિજીત મુહૂર્તમાં ભગવાન રામ લલ્લાની ૫૦૦ વર્ષ બાદ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવતા સમગ્ર દેશ રામમય બની ગયો હતો. ૫ સૈકાનાં વનવાસ બાદ ભગવાન શ્રી રામને મંદિરમાં બિરાજમાન કરનાર PM નરેન્દ્ર મોદી અને CM યોગી આદિત્યનાથનો અંકલેશ્વરના ભક્તોએ અનોખી રીતે આભાર વ્યક્ત કર્યો હતો. ભગવાન રામના દર્શન માટે અયોધ્યા જવા ઈચ્છા રાખનાર રામ ભક્તોને ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા જવાની તક ન મળતા ભક્તોએ અંકલેશ્વરના ગડખોલમાં પણ રામ મંદિરનું નિર્માણ કરી નાખ્યું હતું. ભક્તોએ શ્રીરામ, લક્ષમણજી , માતા સીતા અને હનુમાનજી ઉપરાંત વધુ બે પ્રતિમાઓની સ્થાપના કરતા આ પ્રતિમાઓએ તમામનું ધ્યાન ખેંચ્યું હતું. ભક્તો અનુસાર શ્રી રામને બિરાજમાન કરનાર PM નરેન્દ્ર મોદી અને CM યોગી આદિત્યનાથે હિન્દૂ ધર્મ માટે ભગીરથ કાર્ય કર્યું છે. આ માટે મંદિરમાં આ બે દિગ્ગ્જ નેતાઓની પણ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
ક્રાફ્ટ ઓફ આર્ટ્સ વોટર ફેસ્ટિવલઃ મ્યુઝિક અને હેરિટેજ સાથે ખાસ ઉજવણી
અમદાવાદ: એક ભવ્ય રવિવારની સાંજે, ક્રાફ્ટ ઓફ આર્ટે તેમના પ્રતિષ્ઠિત વોટર ફેસ્ટિવલના ભાગરૂપે ઐતિહાસિક અડાલજની વાવ ખાતે એક આકર્ષક સંગીતમય...
Read more