‘બિગ બોસ ૧૭’ના વિજેતા મુનવ્વર ફારુકી સોશિયલ મીડિયા પર અને ચાહકોમાં લોકપ્રિય છે. મુનવ્વરે સૌથી વધુ મતો સાથે BB 17 ટ્રોફી જીતી હતી. તેની સફળતા જાેઈને તેના ચાહકો જ નહીં પરંતુ સ્ટાર્સ પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેને અભિનંદન આપી રહ્યા છે. ‘બિગ બોસ 17’ જીત્યા બાદ મુનવર ફારૂકીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તે પોતાની જીતનો શ્રેય તેના ચાહકોની સાથે સાથે તેની માતાને પણ આપી રહ્યો છે. વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મુનવ્વર ફારૂકી ટોપ ૨ માં આવ્યો અને તેણે અભિષેકને સ્પર્ધા આપીને બિગ બોસ ટ્રોફી જીતી. અભિષેક કુમાર આ શોના બીજા વિજેતા રહ્યા છે. મુનવ્વર ફારૂકીનો વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો. ‘બિગ બોસ ૧૭’ જીતીને બહાર આવતા જ મુનવ્વરે બધાના સવાલોના શાનદાર જવાબો આપ્યા. પોતાની બિગ બોસની જર્ની વિશે વાત કરતી વખતે તેણે કહ્યું, ‘મારા ચાહકો વિના હું આજે જીતી ન શક્યો હોત, આવા ચાહકો હોવા નસીબની વાત છે અને હું નસીબદાર છું કે મારા મિત્રોએ મને આટલો સાથ આપ્યો. તમારો પ્રેમ હંમેશા મારા માટે રહે. ‘બિગ બોસ ૧૭’ જીત્યા બાદ મુનવ્વર ફારૂકીની આ પહેલી પ્રતિક્રિયા છે. ‘બિગ બોસ ૧૭’ના વિજેતા મુનાવર ફારૂકીએ તેની જીતનો શ્રેય માત્ર તેના ચાહકોને જ નહીં પરંતુ તેના પરિવાર અને માતાને પણ આપ્યો છે. મીડિયા સાથે વાત કરતી વખતે તેણે તેની માતાને યાદ કરીને કહ્યું, ‘મારી માતાની દુઆ હંમેશા મારી સાથે છે અને તેમના આશીર્વાદને કારણે મને હંમેશા સફળતા મળે છે. હું ઈચ્છું છું કે મારી માતા હંમેશા મારી સાથે રહે અને તેમના આશીર્વાદ પણ મારી સાથે હોવા જાેઈએ. આ સાથે તેમણે એક કવિતા સાથે પોતાની વાત પૂરી કરી. મુનવ્વર ફારુકીનું પૂરું નામ મુનવ્વર ઈકબાલ ફારુકી છે. ફેમસ સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકીને દેશભરમાં લોકો પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. કોમેડિયન મુનવ્વર ફારૂકી કંગના રનૌતની લૉક અપ સિઝન ૧નો વિજેતા રહ્યો છે. હવે તે ‘બિગ બોસ ૧૭’નો વિનર બની ગયો છે. વિજેતા બનતાની સાથે જ મુનાવર ફારુકીને ‘બિગ બોસ ૧૭’ ટ્રોફી સિવાય ઈનામની રકમ તરીકે ૫૦ લાખ રૂપિયા અને હ્યુન્ડાઈ ક્રેટા કાર આપવામાં આવી હતી.
ટેલાવને પાવર ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે ₹20 કરોડના વ્યૂહાત્મક ઇક્વિટી ઇન્ફ્યુઝનની જાહેરાત કરી
નવીન ટ્રાન્સફોર્મર સોલ્યુશન્સની અગ્રણી ઉત્પાદક ટેલાવને પાવર ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે આજે શ્રી રમેશ જયસિંઘાની - પ્રમોટર, પોલિકેબ ઇન્ડિયા લિમિટેડ, તેમની...
Read more