મહેન્દ્ર પટેલ નામના RTI એક્ટીવીસ્ટ દ્વારા સુરતના શાળા સંચાલક પાસેથી ૬૬ લાખ પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. શાળાની મંજૂરી લાવી આપવાના બહાને મહેન્દ્ર પટેલે રૂપિયા પડાવ્યા હતા. મહેન્દ્ર પટેલ વર્ષ ૨૦૧૨ માં શાળા શરૂ કરાવવાંની પ્રક્રિયા દરમિયાન શાળા સંચાલક પ્રવીણ ગજેરાના સંપર્કમાં આવ્યો હતો. શાળાની મંજૂરી માટે ખોટા કાગળ મૂકી મહેન્દ્ર પટેલ શાળાને મંજૂરી અપાવતો હતો. થોડા વર્ષો બાદ જ મહેન્દ્ર પટેલ RTI કરી કાગળોની વિગતો માંગતો હતો. આ બહાને તેણે કાવતરું ઘડી સુરતના શાળા સંચાલક પ્રવીણ ગજેરા પાસેથી ૬૬ લાખ પડાવ્યા હતા. શિક્ષણ મંત્રીને રજુઆત કરતા આ મામલાની તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસ શરૂ કરાઈ હતી. આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ પણ કરવામાં આવી છે. મહેન્દ્ર પટેલે સુરતના અનેક લોકોને છેતર્યા હોવાના શાળા સંચાલકોના આક્ષેપ છે.