વિયેતજેટ ભારતીયો માટે ચેંગડુ (ચીન)માં ઉડાણ કરવાનું આસાન બનાવે છે
~` એરલાઈન 25મી જાન્યુઆરી, 2024થી આરંભ કરતાં રૂ. 5555 (*)થી શરૂ થતી કિંમતની હજારો ટિકિટો ઓફર કરી રહી છે ~
મુંબઈ: વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટ દ્વારા હો ચી મિન્ગ સિટી- ચેંગડુ (ચીન) વચ્ચે નવા રુટ સાથે તેના આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નેટવર્કની ઘોષણા કરી છે, જે બે શહેર અને બે દેશ વિયેતનામ- ચીન વચ્ચે વેપાર અને પર્યટનને પ્રમોટ કરવામાં યોગદાન આપે છે.
એરલાઈન 10મી ફેબ્રુઆરી, 2024થી શરૂ કરતાં સપ્તાહમાં 7 રિટર્ન ફ્લાઈટ ચલાવશે. ફ્લાઈટ તામ સન ન્હાટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી 19.10 (સ્થાનિક સમય) વાગ્યે પ્રસ્થાન કરશે અને ચેંગડુ તિયાનફુ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બીજા દિવસે 00.15 કલાકે આગમન કરશે (સ્થાનિક સમય). રિટર્ન ફ્લાઈટ ચેંગડુથી 00.50 (સ્થાનિક સમય) વાગ્યે પ્રસ્થાન કરશે અને હો ચી મિન્હ સિટીમાં 03.55 કલાકે (સ્થાનિક સમય) આગમન કરશે.
હો ચી મિન્હ સિટી- ચેંગડુ (ચીન) વચ્ચે આ નવા રુટની ઉજવણી કરવા માટે એરલાઈન આજથી આરંભ કરતાં ભારત અને વિયેતનામ વચ્ચે ફ્લાઈટ્સ માટે પ્રવાસીઓને રૂ. 5555 (*)થી શરૂ થતી કિંમતની હજારો ટિકિટો ઓફર કરી રહી છે. પ્રવાસીઓ www.vietjetair.com પર અને વિયેતજેટ એર મોબાઈલ એપ્સ પર 10મી ફેબ્રુઆરી, 2024થી 30મી માર્ચ, 2024 સુધીના ફ્લાઈટના સમયગાળા માટે આ ઓફર મેળવી શકશે.
વિયેતજેટ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં અન્ય દેશો સાથે વિયેતનામને જોડતા 120 રુટ્સમાં દૈનિક આશરે 450 ફ્લાઈટ સાથે એક દાયકાથી કામગીરી કરી રહી છે. એરલાઈન્સના ઈન્ટરનેશનલ નેટવર્કમાં ઓસ્ટ્રેલિયા, ઈશાન એશિયા (જાપાન, હોંગ કોંગ, સાઉથ કોરિયા, તાઈવાન, મેઈનલેન્ડ ચીન), સાઉથઈસ્ટ ચાયના અને કઝાસ્તામાં સ્થળોનો સમાવેશ થાય છે. ઉપરાંત એરલાઈન હાલમાં કુલ 35 સાપ્તાહિક રાઉન્ડ– ટ્રિપ ફ્લાઈટ્સ ચલાવી રહી છે, જે પાંચ મુખ્ય ભારતીય શહેરો– નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોચી અને તિરુચિરાપલ્લી અને હનોઈ અને હો ચી મિન્હ સિટીના વિયેતમાની શહેરો વચ્ચે સીધું જોડાણ સ્થાપિત કરશે. એરલાઈને વિયેતનામ અને ભારત વચ્ચે તેની હાજરી અને કનેકટિવિટી મજબૂત બનાવ્યાં છે.
એરલાઈન તેની પર્યાવરણ અનુકૂળ ફ્લીટ અને સમર્પિત કેબિન ક્રુ થકી ખુશીથી સમૃદ્ધ ફ્લાઈટ ઓફર કરે છે. પ્રવાસીઓ વિયેતજેટ સ્કાયજોય લોયલ્ટી પ્રોગ્રામ થકી ખાસ રિવોર્ડસ માટે પોઈન્ટ્સ ભેગા કરીને ફો થિન અને બાન્હ મી વિયેતનામ જેવી પ્રતિકાત્મક વાનગીઓ સહિત વિયેતનામી અને આંતરરાષ્ટ્રીય વાનગીઓ માણી શકે છે.