લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. આ પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો ઉત્તર ગુજરાતમાંથી મળી રહ્યો છે. કોંગ્રેસના અગ્રણી યુવા નેતા હવે કોંગ્રેસને રામ રામ કરીને કેસરીયા ધારણ કરી રહ્યા છે. ડો વિપુલ પટેલ હાલમાં સાબરડેરીમાં ડીરેક્ટર છે અને તેઓ વર્ષ ૨૦૧૪માં હિંમતનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. કોંગ્રેસને આમ પણ હાલમાં જ વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું ધરી દેતા ઝટકો લાગ્યો છે. ત્યાં તુરત જ હવે બીજાે મોટો ઝટકો લાગી શકે છે. સીજે ચાવડા ક્ષત્રિય સમાજમાંથી આવે છે, જ્યારે ડો વિપુલ પટેલ પાટીદાર સમાજમાંથી આવતો જાણીતો ચહેરો છે. આમ સામાજીક સમીકરણની રીતે ઉત્તર ગુજરાતમાં મોટો ફટકો કોંગ્રેસને સર્જાઈ રહ્યો છે. કોંગ્રેસી નેતા વિપુલ પટેલનો સહકારી રાજકારણમાં પણ ડંકો છે. તેઓ સળંગ ચાર ટર્મથી સાબરડેરીમાં ડીરેક્ટર પદ પર ચૂંટણી જીતી ચૂક્યા છે. વિપુલ પટેલ સહકારી માળખામાં ડેમેજ કંટ્રોલર તરીકે જાણીતા છે અને જેને લઈ તેઓ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મહત્વના સહકારી રાજકારણી તરીકે ગણના થાય છે. આમ હવે વિપુલ પટેલ ભાજપમાં જાેડાતા સહકારી માળખા અને લોકસભાની બેઠકને લઈ મહત્વનું સમીકરણ સાબિત થઈ શકે છે. ડો પટેલે વિધાનસભાની ૨૦૧૪ની પેટા ચૂંટણીમાં હિંમતનગર બેઠક પર ભાજપના ઉમેદવાર સામે નજીવા માર્જીનથી હાર સહન કરી હતી. જાેકે આ ચૂંટણીએ જ તેમનું કદ વધારી દીધુ હતુ. ભાજપ તરફી લહેર સમયે પેટા ચૂંટણીમાં જબરદસ્ત લડત આપી હતી. જેને લઈ ભાજપની નજર આ યુવા નેતા પર ઠરેલી હતી. જાેકે આખરે હવે ભાજપમાં જાેડાઈને કાર્યકર બનવાનો ર્નિણય કર્યો છે. ડો વિપુલ પટેલ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે રહી ચુક્યા છે અને પાટીદાર સમાજ પર મજબૂત વર્ચસ્વ ધરાવે છે. લોકસભાની ચૂંટણી પહેલા મહત્વનું સમીકરણ રચાઈ રહ્યુ છે. હિંમતનગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપની પાછળની ત્રણ ચૂંટણી પર નજર કરવામાં આવે કોંગ્રેસે પાટીદાર ઉમેદવારોને જ મેદાને ઉતાર્યા છે. જાેકે કોંગ્રેસ સફળ નહીં રહેવા છતાં મતોના ગણિત પર રાજકીય રીતે પાટીદારો સમીકરણ પર નજર મહત્વની હતી. હવે ભાજપને પાટીદાર સમાજમાં અને ખાસ કરીને બંને જિલ્લામાં ફેલાયેલ મોડાસીયા પાટીદાર સમાજમાં મહત્વનું પાસુ સાબીત થઈ શકે છે.
મલ્હાર ઠાકર અભિનિત ગુજરાતી ફિલ્મ “જય માતાજી: લેટ્સ રોક” નો ફર્સ્ટ લૂક આઉટ!
Gujarati Movie first look : ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે "જય માતાજી:...
Read more