લોકસભાની ચુંટણીને લઈને ભાજપ પાર્ટી તમામ સીટો પર જીતવા માટે કમર કસી રહી છે. લોકસભાની ચુંટણીની તારીખ સામે આવી નથી. પણ ભાજપ પાર્ટીના તમામ નેતા અને તેમના કાર્યકર્તાઓ પ્રચાર-પ્રસાર કરવા માટે ખુબ જ વ્યસ્ત દેખાઈ રહ્યા છે અને આવી સ્થિતિમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે હાલ એક દિવસ માટે ગુજરાત પ્રવાસે છે, જેમાં ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર કાર્યાલયના ઉદ્ધાટન કર્યા છે. અને લોકસભાની કુલ ગુજરાતની ૨૬ બેઠકો કબ્જે કરવા ભાજપ એક્શન મોડમાં જાેવા મળી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ગુજરાત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ચૂંટણી કાર્યાલય સહિત ૨૬ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યુ છે. ભાજપના તમામ ૨૬ સાંસદોના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ છે. આ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દાવો કર્યો કે ગુજરાતમાં ભાજપ ફરી એકવાર ૨૬ બેઠકો મેળવીને જીતની હેટ્રિક મારશે. ભાજપ તમામ રીતે અગ્રેસર ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં ભાજપ જૂના રેકોર્ડ તોડી નવો કિર્તિમાન સ્થાપશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર કાર્યાલયના ઉદ્ધાટન બાદ તેમણે આ નિવેદન આપ્યું છે. અને સાથે તેઓએ આશાવાદ પણ રજૂ કર્યો કે,”ગુજરાતની જનતા ફરી એકવાર PM મોદીને પોતાના આશીર્વાદ આપશે અને ૨૬ બેઠકો જીતાડવામાં મદદરૂપ થશે” જે.પી.નડ્ડાના વિશ્વાસને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહોર લગાવી અને કાર્યકરોને રાજ્યની ૨૬ લોકસભા બેઠકો જીતાડવાનું આહવાન કર્યું. સાથે જ ભૂપેન્દ્ર પટેલે જે.પી.નડ્ડાને ૨૬ બેઠકો જીતાડી આપવાનો વાયદો પણ કર્યો. એટલું જ નહીં કાર્યકરોને પણ વાયબ્રન્ટ રહેવા CM પટેલે અપીલ કરી. તો ઉમેદવાર પહેલા કાર્યાલયની શરૂઆત મુદ્દે જે પી નડ્ડાએ સૂચક નિવેદન આપ્યું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે ભાજપ માટે પાર્ટી જ સર્વોપરી છે, તેઓએ લોકસભાની રણનીતિ વિશે પણ મહત્વની વાત કરી હતી. લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ગુજરાતમાંથી ચૂંટણી લડવાના છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે અમિત શાહના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યુ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more