સુરત : રામ મંદિર માટે દેશભરમાંથી અનેક લોકોએ ખોબલે ભરીને દાન આપ્યું છે. જેમાં દાનવીર ગુજરાતીઓ ટોપ પર છે. અનેક ગુજરાતીઓએ રામ મંદિર માટે યથાશક્તિ ફાળો આપ્યો છે. પરંતુ કેટલાક અમીર દાતાઓએ ખોબલે ભરીને દાન આપ્યું છે. ત્યારે ગુજરાતના વધુ એક દાનવીરનું નામ સામે આવ્યું છે. આ દાનવીરે રામ મંદિરને ૧૦૧ કિલો સોનાનું દાન કર્યું છે. જેટલા લોકોએ રામ મંદિર માટે દાન કર્યુ હતું એ તમામ લોકોને આમંત્રણ મોકલાયું છે. રામ મંદિર નિર્માણ માટે દાતાઓની યાદી ઘણી લાંબી છે. પરંતુ એક વ્યક્તિ એવી છે જેણે દાનના મામલામાં અમીર લોકોને પાછળ છોડી દીધા છે. સુરતના હીરા વેપારી લાઠી પરિવારે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે ૧૦૧ કિલો સોનું દાન કર્યું છે. આ સાથે જ તેઓ રામ મંદિર માટે સૌથી મોટા દાનવીર બન્યા છે. આ દાન રામ મંદિર ટ્રસ્ટને અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે.
લાઠી પરિવાર દ્વારા દાન કરાયેલા સોનામાંથી અયોધ્યા રામ મંદિરના દરવાજાને સોનાથી કોટ કરવામાં આવ્યો છે. આ ૧૦૧ કિલો સોનાનો ઉપયોગ રામ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને પોલિશ કરવા માટે કરવામાં આવ્યો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે ૧૪ સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલ બજારની કિંમત મુજબ, ૧૦ ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ ૬૮ હજાર રૂપિયા છે. એક કિલો સોનાની કિંમત લગભગ ૬૮ લાખ રૂપિયા થાય, એટલે કે ૧૦૧ કિલો સોનાની કુલ કિંમત અંદાજે ૬૮ કરોડ રૂપિયાથી વધુ થાય. સંજય સરાવગી કહે છે કે, તેમના પૂર્વજાેનું કોઈ સત્કાર્ય રહ્યુ હશે કે, જેના કારણે તેઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવા માટે તક મળી છે. આપણ સૌ માટે આ શુભ અવસર છે. રામ મંદિરનું ભવ્ય નિર્માણ કાર્ય હજી ચાલુ છે. જાે આગળ પણ ધનની જરૂર પડશે તો સુરતના લોકો તે પણ ઉભુ કરી આપશે. સુરતના તમામ સમાજના લોકો દાન કરવા માટે તૈયાર છે. કારણ કે, સુરતને દાનવીર કર્ણની ભૂમિ કહેવામાં આવે છે.અ