કરોડોનું કૌંભાડ કરીને ભાગી જનારા ગુનેગારો મામલે વટહુકમ હેઠળ ED 15,000 કરોડની મિલકત જપ્ત કરશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કરોડોનું કૌંભાડ કરીને ભાગી જનારા ગુનેગારો મામલે તેઓની મિલકતો જપ્ત કરવા માટેનો વટહુકમ જારી થયા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) વિજય માલ્યા અને નિરવ મોદી સહિતના ભાગેડું અપરાધીઓની ૧૫૦૦૦ કરોડની મિલકતો જપ્ત કરવાની તૈયારી કરી રહ્યું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર વટહુકમ જારી થયા પછી ઇડી ઉંચા મૂલ્યના આર્થિક અપરાધોની માહિતી એેકત્ર કરી એન્ટી મની લોન્ડરિંગ કોર્ટમાં અરજી કરશે. કોર્ટમાં નવા વટહુકમ હેઠળ અપરાધીઓની મિલકતો જપ્ત કરવા માટેની પરવાનગી માંગવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સૌ પ્રથમ ભારતમાંથી ભાગીને લંડનમાં સ્થિર થયેલા વિજય માલ્યા, નિરવ મોદી અને તેમના કાકા મેહુલ ચોકસી અને વિન્સમ ડાયમંડ કંપનીના પ્રમોટર જતીન મહેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઇડીને નવા વટહુકમનો અમલ કરવા માટેની સત્તા આપવામાં આવી છે.

નવા વટહુકમ હેઠળ ભાગેડું જાહેર કરાયેલા તમામ અપરાધીઓની મિલકતો આ વટહુકમ હેઠળ જપ્ત કરવામાં  આવશે. પછી ભલે તેમની વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હશે કે નહીં. તેમણે જણાવ્યું હતું કે નિરવ મોદી અને ચોક્સી વિરુદ્ધ સીબીઆઇ અને ઇડી ચાર્જશીટ દાખલ કરે ત્યારબાદ નવા વટહુકમ હેઠળ બંને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Share This Article