સુપ્રીમ કોર્ટે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ના મંગળવારે ઉત્તર પ્રદેશના મથુરામાં શાહી મસ્જિદ (વિવાદિત સંકુલ)ના સર્વેક્ષણના આદેશ પર સ્ટે મૂક્યો છે. કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમની કોર્ટે કહ્યું હતું કે હાઇકોર્ટે અરજીઓની જાળવણી સામે મસ્જિદ પક્ષની અરજી પર સુનાવણી કરવી જાેઈએ. અગાઉ, સર્વે સંબંધિત આદેશ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો, જ્યારે શાહી ઈદગાહ સમિતિએ મથુરા જિલ્લા કોર્ટમાંથી તમામ કેસોને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો હતો. આ મુદ્દે આગામી સુનાવણી હવે ૨૩ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ થશે. તમને જણાવી દઈએ કે અલ્હાબાદ હાઈકોર્ટે ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદના વિવાદિત સ્થળ પર સર્વેને મંજૂરી આપી હતી. વિવાદિત જમીનનો સર્વે એડવોકેટ કમિશનર મારફત કરાવવાની માંગણી પણ કોર્ટે માન્ય રાખી હતી. તેના ર્નિણયમાં, કોર્ટે જ્ઞાનવાપી વિવાદની તર્જ પર એડવોકેટ કમિશનર દ્વારા મથુરાના વિવાદિત પરિસરનો સર્વે કરાવવાનો આદેશ આપ્યો હતો. આ અરજી ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન અને અન્ય સાત લોકો દ્વારા એડવોકેટ હરીશંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદન દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે મસ્જિદની નીચે ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ મોજૂદ છે અને એવા ઘણા ચિહ્નો છે જે સાબિત કરે છે કે તે મસ્જિદ હિંદુ મંદિર છે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે અહીં કમળના આકારનો સ્તંભ છે જે હિંદુ મંદિરોની વિશેષતા છે અને શેષનાગની પ્રતિકૃતિ છે, જે હિંદુ દેવતાઓમાંના એક છે જેમણે જન્મની રાત્રે ભગવાનની રક્ષા કરી હતી.
Anal Kotak Celebrates Women Police Constables and Officers of SHE TEAM
Ahmedabad: Anal Kotak has become a well-known name among food enthusiasts. To further delight the citizens with exquisite cuisine, she...
Read more