૧૬ જાન્યુઆરી ના બદલે હવે ૨૨ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
અમદાવાદ :ગુજકેટની પરીક્ષાને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ધોરણ ૧૨ પછી લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ૧૬ જાન્યુઆરી સુધી નિયત કરવામાં આવી હતી. પરંતુ હવે ૨૨ જાન્યુઆરી સુધી ભરી શકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા A , B અને AB ગ્રૂપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૪ની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૬ જાન્યુઆરી ૨૦૨૪ જ હતી, પરંતુ હવે તે તારીખ લંબાવવામાં આવી છે એટલે કે, હવે ૨૨મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. ઉલ્લેખનીય છે કે ગુજકેટ ૨૦૨૪ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gsaeb.org પર તારીખ ૨૨ જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન ભરી શકાશે. અત્રે ફીની વાત કરીએ તો આ પરીક્ષા માટે ફી. રૂપિયા ૩૫૦ SBI Pay સિસ્ટમ મારફતે અથવા તો એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈ પમ SBI બ્રાન્ચની ભરી શકાશે.
Shehra Taluka Women Drive Change: MLA Jetha Bhai Bharwad Distributes 20 E-Rickshaws
In Chaandangarh, located in Shahra Taluka, the Panchmahal District Bank has distributed e-rickshaws to women from various villages of Shehra...
Read more