• 2.5 એકરમાં ફેલાયેલો પ્રોજેક્ટ પરેલમાં સ્થિત છે અને તેમાં 400+ ઘરો હશે, જેનું કુલ વેચાણ મૂલ્ય રૂ. 1,800 કરોડ હશે
• સરકારની ક્લસ્ટર રિડેવલપમેન્ટ નીતિ હેઠળ દક્ષિણ મુંબઈમાં વિકસિત થઈ રહેલા મોટા પ્રોજેક્ટ્સમાંથી આ એક છે
મુંબઈ: ભારતના સૌથી મોટા લક્ઝરી બ્રાન્ડેડ રહેણાક ડેવલપર તથા વિશ્વમાં ટ્રમ્પ બ્રાન્ડેડ પ્રોજેક્ટ્સના સૌથી મોટા ડેવલપર ટ્રિબેકા ડેવપર્સે દક્ષિણ મુંબઈના પરેલમાં એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે તેજુકાયા ગ્રુપ સાથે કરાર કર્યા છે. રૂ. 200 કરોડના ફાઈનાન્સિંગ સાથે એચડીએફસી કૅપિટલ આ પ્રોજેક્ટને ટેકો આપી રહ્યા છે. મુંબઈમાં ટ્રિબેકાનો આ પ્રથમ પ્રોજેક્ટ છે અને તેમણે એચડીએફસી કૅપિટલ પાસેથી રૂ. 500 કરોડની અંદરના રેસિડેન્શિયલ હાઉસિંગ મંચ હેઠળ બીજું રોકાણ મેળવ્યું છે, આ પહેલા બંને સંસ્થાઓએ 2019માં સાથે મળી આની જાહેરાત કરી હતી (આ વર્ષે, એચડીએફસી કૅપિટલે સફળતાપૂર્વક આ મંચમાંથી થયેલા રૂ. 135 કરોડનું રોકાણ લઈ બહાર પડ્યું હતું)
દક્ષિણ મુંબઈના પરેલમાં પ્રાઈમ જગ્યાએ 2.5 એકરમાં આ પ્રોજેક્ટ સ્થિત છે અને તેમાં 400+ લક્ઝરી ઘરો હશે, જેનું કુલ વેચાણ મૂલ્ય રૂ. 1,800 કરોડનું છે. ટ્રિબેકા અખિલ ભારતીય સ્તરના ડેવલપર છે, જેઓ ગુરુગ્રામ અને કોલકાતામાં ટ્રમ્પ ટાવર્સ, વિશ્વમાં સૌથી મોટું રૂફટૉપ ધરાવતું પુણેનું ધ આર્ક અને પુણેનું સૌથી મોટું હાઈ-સ્ટ્રીટ રિટેલ ડેવલપમેન્ટ ટ્રિબેકા હાઈસ્ટ્રીટ જેવા નોંધપાત્ર વિકાસ પ્રોજેક્ટ માટે વિખ્યાત છે. મુંબઈમાંના પ્રોજેક્ટની જમીન છેલ્લા 90થી વધુ વર્ષોથી તેજુકાયા પરિવારની માલિકીની છે અને આ પ્રોજેક્ટને મુંબઈની મહત્વાકાંક્ષી ક્લસ્ટર રિડેવલપમેન્ટ નીતિ હેઠળ મંજૂરી પ્રાપ્ત થઈ છે.
આ સીમાચિહ્ન વિશે વાત કરતા ટ્રિબેકાના સ્થાપક, શ્રી. કલ્પેશ મહેતાએ જણાવ્યું હતું કે, “ટ્રિબેકા દંતકથા સમાન પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે વિખ્યાત છે. અમે ટ્રમ્પ ટાવર્સ બાંધ્યા છે, જે વૈશ્વિક લક્ઝરી રહેઠાણમાં ટોચના સ્થાને છે. આના કારણે, અમારા પ્રોજેક્ટ આખા ભારતનાં બજારોમાં હંમેશા પ્રીમિયમ પર વેચાય છે. દેશભરમાં સીમાચિહ્ન સમાન પ્રોજેક્ટ્સ વિકસાવ્યા બાદ, હું રોમાંચિત છું કે આખરે ટ્રિબેકા પોતાના ઘરે- મુંબઈમાં આવી રહ્યું છે.
આ પ્રોજેક્ટ અત્યંત વિરલ તકોમાંથી એક છે, જ્યાં શહેરની શ્રેષ્ઠતમ સાઈટ્સમાંથી એક ઉપરાંત અદભુત ભાગીદારો સાથે સુદૃઢ બજાર પરિસ્થિતિઓ પણ મોજૂદ છે, જે અમને ખરા અર્થમાં કશુંક ભવ્ય સર્જવાની તક આપે છે. પસંદગીના કેટલાક લોકો માટે આ પ્રોજેક્ટમાં ટ્રૉફી સમાન ઘર બનાવવા માટે કોઈ બાબતની કમી રાખવામાં આવી નથી અને ખર્ચમાં કોઈ કસર છોડવામાં આવી નથી, સાથે જ શહેર માટે તે સીમાચિહ્ન સમાન પણ હશે જ. તેજુકાયા ગ્રુપમાં અમને એવા ભાગીદાર મળ્યા છે, જેઓ મુંબઈમાં તથા ભારતભરમાં માળખાકીય સુવિધાના અદભુત પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાનો 135 વર્ષનો ભવ્ય વારસો ધરાવે છે. ભારતમાં કોઈ ડેવલપર જેની આશા રાખી શકે એવા સૌથી શ્રેષ્ઠ ફાઈનાન્શિયલ પાર્ટનરમાંથી એક એવું એચડીએફસી પણ અમારી સાથે છે અને આ બીજા સોદા સાથે એચડીએફસી કૅપિટલ સાથે અમારા સંબંધોને વધુ સુદૃઢ બનાવતાં અમે રોમાંચિત છીએ.”
પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા, તેજુકાયા ગ્રુપના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર, પ્રણવ પી. તેજુકાયાએ જણાવ્યું હતું કે: “અમારા પરિવાર પાસે 90થી વધુ વર્ષોથી રહેલી આ જમીન પર વૈશ્વિક લૅન્ડમાર્કનું સર્જન કરવાનું મારૂં સપનું હંમેશાથી હતું. આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ટ્રમ્પ ટાવરના નિર્માતા ટ્રિબેકા અને એચડીએફસી કૅપિટલ સાથે જોડાણ કરવાથી ઉત્તમ બીજું શું હોઈ શકે? માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં અમારા પ્રસ્થાપિત ટ્રેક રેકૉર્ડ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં અમારી વિસ્તરી રહેલી હાજરી સાથે, અસાધારણ ઉત્પાદનો બનાવવાનું ટ્રિબેકાનું પ્રાવીણ્ય ભળ્યું હોવાથી, મુંબઈ જેને ગર્વભેર યાદ કરી શકે એવો પ્રોજેક્ટ આપવાનો અમને આત્મવિશ્વાસ છે. “