વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઘણી નવી અને દૂરદર્શી કંપનીઝ અને બ્રાન્ડસ દ્વારા પ્રદશની સેન્ટર ખાતે મોટી સંખ્યામાં સ્ટોલ રાખવામાં આવેલ છે. આ અંતર્ગત ગુજરાતના યુવાનો દ્વારા ઈલેકટ્રીક દ્વિચક્રીય વાહન માટે શરુ કરાયેલ સ્ટાર્ટઅપ – ડેનજી મોટર્સ પ્રાઈવેટ લિમીટેડ – ને વ્યાપક આવકાર મળી રહ્યો હતો.
આ પ્રોડક્ટ વિશે માહિતી આપતા ડેનજી મોટર્સ પ્રાઈવેટ લિમીટેડના ફાઉન્ડર દેવાંગ ભાટીયા તેમજ સહફાઉન્ડર હિતાર્થ સુથાર અને સાજીદ મેમને જણાવ્યું હતું કે આવનારો યુગ ઈલેકટ્રીક સાધનોનો આવી રહ્યો છે ત્યારે આ ક્ષેત્રે અનેક કંપનીો પોતાની પ્રોડક્ટ બજારમાં મૂકી રહી છે ત્યારે ડેનજી મોટર્સ પ્રા. લી. પણ પોતાના 2 નવા મોડલ્સ માર્ક અને બીએચ150નું ખાસ નિદર્શન રાખેલ છે.
તેઓએ આ મોડલની ખાસિયત વિશે માહિતી આપતા જણાવેલ કે વધારે આયુષ્ય ધરાવતી એલએફબી બેટરી હોવાથી જલદી ખરાબ થતી નથ. આ ઉપરાંત 3 વર્ષ અથવા 60000 કિમીની વોરંટી પણ આપવામાં આવે છે. 13 પૈસા જેટલી નજીવી કિંમતે પ્રતિ કિમી એવરેજ આપે છે. સ્પીડ 65 કિમી સ્પીડ ધરાવે છે અને 200 કિલો સુધી ભાર વહન કરે છે.
આ મોડલની ખાસિયત એ છે કે માનનીય પ્રધાનમંત્રીના વિઝનને ધ્યાને રાખીને સંપૂર્ણ ભારતીય એટલે કે મેઈડ ઈન ઈન્ડીયા દ્વારા બનાવવામાં આવેલ છે. સાધનના દરેક સ્પેરપાર્ટસ પણ ભારતમાં નિર્મિત છે. માત્ર 1.5 ક્લાકમાં ચાર્જ થઈ જતી બેટરી એક વાર ચાર્જ કર્યા પછી 160 કિમી સુધી ચાલી શકે છે.
2 મોડલ અને 3 સેગમેન્ટ સાથે આગામી ત્રણ માસમાં વેચાણ માટે બજારમાં પ્રવેશતી કંપનીએ ઈલેક્ટ્રીક સાધનોની વધતી જતી માંગને અનુલક્ષીને આગામી સમયમાં વધુ 1 મોડલ પણ લોંચ કરવા જઈ રહી છે. નાના ચિલોડા ખાતે પોતાની ઓફિસ ધરાવતી કંપની પાટણ, આણંદ ખાતે ડિસ્ટ્રીબ્યુટર્સ બનાવેલ છે અને આગામી સમયે ગુજરાત સહિત ભારતભરમાં પોતાના ડિસ્ટ્રીબ્યુટર્સ નેટવર્ક માટે આ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકોને આમંત્રણ આપેલ છે. જેના માટે કંપનીની વેબસાઈડ અને ફોન નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખૂબ જ આકર્ષક કલર્સ, ફીચર્સ અને મોડલ ધરાવતી ડેનજી મોટર્સ પ્રાઈવેટ લિમીટેડ કડી ખાતે પોતાનો પ્લાન્ટ ધરાવે છે. કંપની દ્વારા લોંચ કરવામાં આવેલ મોડલે ખૂબ જ કિફાયતી કિંમતે બજાર ખાતે ઉપલબ્ધ થનાર છે.