મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સેનાએ મોટી સફળતા મેળવી છે. 2 દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધી પોલીસ અને CRPF જવાનોએ 33 નક્સલીઓને ઠાર માર્યા છે. આજે સવારે ગઢચિરોલીની ઈન્દ્રાવતી નદીમાં 11 નક્સલીઓના મૃતદેહ મળ્યા છે. જે બાદ હવે નક્સલીઓના મરવાની સંખ્યા 30ને પાર થઈ ગઈ છે. 48 કલાકમાં સેનાએ મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
રવિવાર સવારથી લગભગ 11 વાગે મહારાષ્ટ્ર પોલીસને ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે તેમણે ગઢચિરોલી વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કર્યું. આ અભિયાન દરમિયાન અલગ-અલગ 2 અથડામણ થઈ. જેમાં રવિવારે જ 16 નક્સલીઓને ઠાર કરાયા હતા. જે બાદ 6 નક્સલીઓને મારી નાખવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હવે વધુ 11 મૃતદેહ મળ્યા બાદ આ આંકડો 33નો થઈ ગયો છે. અત્યાર સુધી આ સૌથી મોટી અથડામણમાં નક્સલ કમાન્ડર સાંઈનાથ અને સીનૂને પણ ઠાર કરાયા છે.