કાસ્ટિંગ કાઉચ હવે બોલીવુડથી આગળ વધીને સંસદ સુધી પહોંચી ગયું છે. દેશભરમાં કોરિયોગ્રાફર સરોજ ખાનના નિવેદન પર વિરોધનો વંટોળ શરૂ થયો છે. તેમના આ વિવાદ અંગે વિભિન્ન પ્રતિક્રિયા અને નિવેદનો સામે આવી રહ્યાં છે.
આ બાબતે પોતાની પ્રક્રિયા આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રેણુકા ચોધરીએ પણ જણાવ્યું છે કે ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહી પરંતુ દરેક જગ્યાએ કાસ્ટિંગ કાઉચ થાય છે. તેમણે કહ્યું કે તમે એવું વિચારતા નહીં કે સંસદ પણ એનાથી બાકાત છે. હવે સમય આવી ગયો છે કે દેશને આ મુદ્દે ઉભુ થવું જોઇએ અને બોલવું જોઇએ.
આ સમગ્ર વિવાદ વિશે જોએએ તો સરોજ ખાને કાસ્ટિંગ કાઉચ પર કહ્યું હતું કે આ બધુ તો બાબા આદમના જમનાથી ચાલતું આવ્યું છે. દરેક યુવતી પર કોઇ ન કોઇ હાથ સાફ કરવાની કોશિશ કરે છે. સરકારના લોકો પણ કરે છે. તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાછળ કેમ પડ્યા છો? તે ઓછામાં ઓછું રોટી તો આપે છે. રેપ કરીને છોડી તો નથી દેતી. તેમણે કહ્યું એટલા માટે ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પાછળ પડવું જોઇએ નહીં. આમ પણ આ બધુ યુવતી ઉપર નિર્ભર છે કે તે શું કરવા માંગે છે. તમે આવા લોકોના હાથમાં નથી આવવા માંગતા તો ન આવો. જો તમારી પાસે કલા છે તો પોતાની જાતને ઇન્ડસ્ટ્રીમાં વેચવાની જરૂર શું છે. જોકે, પાછળથી સરોજ ખાને પોતાના નિવેદન ઉપર માફી પણ માંગી લીધી હતી.