જાન્યુઆરી 2022થી ડિસેમ્બર 2023ની વચ્ચે એક લાખથી વઘુ કારનું વેચાણ કર્યુ
ભારતમાં પ્રવૃત્તિ દરમિયાનના સૌથી ટૂંકા ગાળામાં આ સીમાચિહ્ન સુધી કંપની પહોંચી
કંપની માટે 2022નું વર્ષ સૌથી મોટુ હોવાને પગલે આ સિદ્ધિ હાંસલ કરાઇ
કુશાક અને સ્લેવિયાની સતત માંગ મજબૂત વેચાણને આગળ ધપાવે છે
કોડીયાકએ અત્યાર સુધીમાં સૌથી વધુ વાર્ષિક વેચાણ વોલ્યુમો હાંસલ કર્યા
2023ના અંત સુધીમાં દેશભરમાં 260 કસ્ટમર ટચપોઇન્ટ્સ સુધી વિસ્તાર
કંપની માટે યુરોપ બહાર ભારત મહત્ત્વના માર્કેટ તરીકેની પોતાની સ્થિતિને જાળવી રાખે છે
તે પુખ્તો અને બાળકો માટે કાફલાના ક્રેશ ટેસ્ટેડ કાર્સ માટે 5 સ્ટાર્સ રેટિંગ ધરાવે છે
મુંબઇ : Škoda ઓટો ઇન્ડિયાએ પોતાના વેચાણમાં ગતિ જાળવી રાખી છે અને છેલ્લા બે વર્ષમાં 1,00,000થી વધુની કારના વેચાણના અગત્યના સીમાચિહ્ન સુધી પહોંચી ગઇ છે. આ તેની ભારત કેન્દ્રિત પ્રોડક્ટ વ્યૂહરચના પરત્વેનું મજબૂત પ્રમાણ છે, જેમાં બે વૈશ્વિક કક્ષાની પ્રોડક્ટ્સ, ભારતીય માર્કેટની આવશ્યકતા અનુસાર બનાવવામાં આવેલી કુશાક અને સ્લેવિયાનુ લોન્ચ જોવામાં આવ્યુ હતુ. આ બન્ને મોડેલ્સ આ વોલ્યુમોની સિદ્ધિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, જ્યા સુધી પહોંચવામાં કંપનીને અગાઉ છ વર્ષથી વધુ સમય લાગ્યો હતો. કુશાક અને સ્લેવિયા જેવા મોટા બે લોન્ચ સાથે Škoda ઓટો ઇન્ડિયા માટે વર્ષ 2022 વિક્રમ જનક વર્ષ રહ્યુ હતું.
2023માં પુરવઠા સમસ્યાઓ અને સંબંધિત મર્યાદાઓને કારણે ગતિમાં થોડો અંતરાય આવ્યો હતો. જોકે સંપૂર્ણ સુધારા તરફ કામ કરતા Škodaએ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2023માં 48,755 એકમોનુ વેચાણ હાંસલ કર્યુ હતુ. વેચાણ પ્રદર્શન પર બોલતા Škoda ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર પેટ્ર જાનેબાએ જણાવ્યું હતુ કે “2022માં સર્વોચ્ચ ઊંચાઇ હાંસલ કર્યા બાદ 2023 દરમિયાન પણ અમારી ગતિ જાળવી રાખવા અત્યંત અગત્યનું હતું. અમારી પ્રોડક્ટ શ્રેણીમાં સતત વધારો કરવો, અમારા નેટવર્કને વધુ વિસ્તૃત બનાવવું અને વેચાણની ગુણવત્તામાં સુધારો કરવો અને સંતુષ્ટ ગ્રાહકો માટે વેચાણ અને વેચાણ બાદ (આફ્ટર સેલ્સ) પર અમારી સ્થિતિને મજબૂત કરવા પર 2023માં અમારા પ્રયત્નો કેન્દ્રિત હતા, તેમજ અમારા દરેક ગ્રાહકોની જરૂરિયાત તસંતોષવા માટે અમારી હ્યુમન ટચ વિચારધારા દ્વારા જોડાયેાલ રહ્યા હતા. વર્ષના પ્રથમ તબક્કામાં પુરવઠા સંબંધિત અંતરાયો હોવા છતાં અમે 2023નું વર્ષ સકારાત્મક નોંધ સાથે પૂર્ણ કરીએ તે સુનિશ્ચિત કર્યુ હતું. 2023 માટે અમે પ્રવર્તમાન રેન્જ પર આકર્ષક પ્રોડક્ટ પગલાંઓ, નવી પ્રોડક્ટની ઘોષણાનું મિશ્રણ ધરાવીએ છીએ જે નિકાસ દ્વારા અમારી વૃદ્ધિને આગળ ધપાવશે અને અમારા નેટવર્કને વિસ્તૃત બનાવશે. અને અમે ગ્રાહકો ખુશી પર તીવ્ર ધ્યાન કેન્દ્રિત કરીશું કેમ કે અમે Škoda પરિવારમાં નવા ગ્રાહકોને આવકારીએ છીએ.”
વેચાણ
Škoda ઓટો ઈન્ડિયાએ વર્ષમાં 48,755 કારનું વેચાણ કર્યુ હતુ. તે વર્ષ 2022માં જળવાયુ હતુ જેમાં કંપનીએ 53,721 કારનું વેચાણ હાંસલ કર્યુ હતું. જ્યારે Q3 2021 અને Q1 2022માં કુશાક અને સ્લેવિયાના તાજા લોન્ચ પર રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો, ત્યારે વર્ષ 2023માં કંપનીએ કોડિયાકએ પણ 2022ની તુલનામાં 100%નો ઉછાળો નોંધાવીને અને અત્યાર સુધીમાં સર્વોચ્ચ વાર્ષિક વેચાણ વોલ્યુમો મેળવીને તેની પ્રોડક્ટસને વધુ મજબૂત બનાવી છે. ભારત Škoda ઓટો માટે એક ચાવીરૂપ બજાર રહેવાનું સતત રાખ્યુ છે અને યુરોપની બહારના સૌથી મોટા બજારોમાંનું એક છે.
નેટવર્ક અને ગ્રાહકો
2021ના પ્રારંભમાં 120 કસ્ટમર ટચપોઈન્ટ્સથી, Škoda ઓટો ઈન્ડિયા 2023ના અંતમાં 260 ટચપોઈન્ટ્સ સાથે તેના ગ્રાહકોની વધુ નજીક પહોંચી છે. મોટી સંખ્યામાં હાલના ડીલર ભાગીદારોએ બ્રાન્ડ સાથે તેમની હાજરીમાં વધારો કર્યો છે, અને કંપનીના દેશભરના ગ્રાહકો માટે અજોડ વેચાણ અને સેવાના અનુભવનું વિઝન પૂરું પાડે છે.
સુરક્ષા
વર્ષ 2023એ સુરક્ષાના મોરચે Škoda ઓટો ઈન્ડિયાને વધુ સ્થાપિત કરે છે. ઑક્ટોબર 2022માં ગ્લોબલ NCAPના નવા, સખત ટેસ્ટ પ્રોટોકોલ હેઠળ ક્રેશ-પરીક્ષણ કરવામાં આવેલ અને પુખ્ત અને બાળકોની સલામતી માટે સંપૂર્ણ 5-સ્ટાર મેળવનાર કુશાક પ્રથમ પ્રોડક્ટ તરીકે ઉભરી આવી છે. આ પ્રવાહ 2023માં સતત રહ્યું હતુ, જેમાં સ્લેવિયાએ એપ્રિલમાં સમાન સિદ્ધિ હાંસલ કરી હતી. કોડિયાકએ યુરો NCAPમાં પહેલેથી જ 5-સ્ટાર મેળવ્યા છે, ત્યારે Škoda ઓટો ઈન્ડિયા પાસે હવે સુરક્ષાની દ્રષ્ટિએ-ચકાસાયેલ કારનો સંપૂર્ણ કાફલો છે જે પુખ્ત વયના અને બાળક ઓક્યુપન્ટસ માટે સંપૂર્ણ 5-સ્ટાર સ્કોર કરે છે.
આગામી વર્ષ
Škoda ઓટો ઈન્ડિયા પહેલેથી જ GCC અને અન્ય રાઈટ હેન્ડ ડ્રાઈવ માર્કેટમાં ભારતમાં ઉત્પાદિત કારની નિકાસ કરી રહી છે. 2024 માટે, કંપનીના પુણે પ્લાન્ટમાંથી પ્રોડક્ટ્સ, પાર્ટ્સ અને પૂર્જાઓ Škoda ઓટોના વિયેતનામના પ્રવેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કંપની અસંખ્ય પ્રોડક્ટ ક્રિયાઓ અને નવી પ્રોડક્ટની ઘોષણાઓ કરવાની તૈયારીમાં છે.