વર્તમાન કેન્દ્ર સરકાર માટે 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન 15 લાખનું વચન તેમના જ ગળાનો ફંદો બની ગયો છે. PM નરેન્દ્ર મોદીના આ વચનને મુદ્દો બનાવીને વારંવાર વિપક્ષ મોદી સરકાર પર નિશાન સાધતુ રહ્યું છે, પરંતુ આ વાતનો જવાબ કોઈને મળ્યો નહીં કે બેન્ક ખાતામાં 15 લાખ રૂપિયા ક્યારે આવશે?
પરંતુ હવે ખુદ PMOએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. એક RTIમાં PMO સાથે એ પ્રશ્ન કર્યો કે 2014 લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન 15 લાખ રૂપિયા મળવાના વચન અનુસાર દેશના લોકોને 15 લાખ રૂપિયા ક્યારે મળશે? આના જવાબમાં PMO તરફથી કહેવામાં આવ્યુ હતું કે ચૂંટણી ઢંઢેરો RTI અંતર્ગત આવતો નથી. RTI અરજદાર મોહનકુમાર શર્માએ 26 નવેમ્બર, 2016ના રોજ અરજી દાખલ કરી હતી.