અમદાવાદ : ધંધાની વાત આવે ત્યારે ગુજરાતીઓનું નામ તેમાં અવ્વ્લ છે. એમાંય પાટોદારોની તો વાત જ કંઈક અલગ છે. વધુ એક પાટીદારનું નામ હાલ ચર્ચામાં છે. કારણકે, તેમનો બિઝનેસ સતત ગ્રોથ કરી રહ્યો છે. એક ગુજરાતી તરીકે ગર્વ લેવા જેવા બાબત છેકે, એ પાટીદાર આપણાં અમદાવાદી જ છે. અને ફોર્બ્સની યાદીમાં પણ તેમનું સ્થાન છે. આગામી દિવસોમાં આ પાટીદાર ઉદ્યોગપતિ ‘દવાઓની દુનિયાના અંબાણી’ બની જાય તો નવાઈ નહીં. ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇ ફસાયન્સીસના ચેરમેન છે પંકજ રમણભાઈ પટેલની. પંકજ પટેલ હાલ ૬.૮ અબજ ડોલરની નેટવર્થ સાથે ભારતના ટોચના ધનિકોમાં ૩૬મા સ્થાને પહોંચ્યાં છે. જ્યારે વિશ્વના ટોચના ધનિકોમાં ૪૦૩મા સ્થાને છે. ભારતમાં ઘણા ખ્યાતનામ ઉદ્યોગપતિઓ છે, જેમની ધંધાકીય કુનેહ અને સાહસની ગાથા સેંકડો લોકોને જીવનમાં મોટું જાેખમ લેવાની અને પોતાના સપના સાકાર કરવાની પ્રેરણા આપે છે. આજે આપણે આવા જ એક ઉદ્યોગપતિ પંકજ પટેલ વિશે વાત કરીશું, જેઓ અબજાેપતિ બિઝનેસમેન છે. ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇ ફસાયન્સીસના ચેરમેન પંકજ રમણભાઈ પટેલ ફોર્બ્સ અનુસાર આજની (૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ની) સ્થિતિએ ૬.૮ અબજ ડોલર (અંદાજે ૫૯,૬૦૦ કરોડ રૂ.)ની નેટવર્થ સાથે ભારતના ટોચના ધનિકોમાં ૩૬મા અને વિશ્વના ટોચના ધનિકોમાં ૪૦૩મા સ્થાને છે. અમદાવાદ સ્થિત ઝાયડસ લાઇફસાયન્સીસ હાલ અંદાજે પર,૪૦૦ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવે છે. પંકજ પટેલ ગુજરાત યુનિવર્સિટીની ફાર્મસીમાં બેચલર અને માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેમણે યુનિવર્સિટી ઓફ મુંબઈમાંથી સાયન્સ એન્ડ લૉમાં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પણ મેળવેલી છે. અગાઉ કેડિલા હેલ્થકેર તરીકે ઓળખાતી ઝાયડસ લાઈફસાયન્સીસની સ્થાપના પંકજ પટેલના પિતા રમણભાઈ પટેલે ૧૯૫૨માં કરી હતી. ૧૯૫૧માં કરમસદમાં જન્મેલા પંકજ પટેલ માત્ર ૮ વર્ષના હતા ત્યારે પણ તેમના પિતા સાથે ફેક્ટરીની મુલાકાતે જતા. તે મુલાકાતોના પરિણામે તેમને બિઝનેસ પ્રત્યે રૂચિ જાગી. પંકજ પટેલે ૧૯૭૬માં કેડિલા લેબોરેટરીઝનું સુકાન સંભાળ્યું હતું. ૧૯૯૫માં કંપનીના બે સ્થાપક પરિવારો અલગ થયા બાદ ઝાયડસ ગ્રુપ અસ્તિત્વમાં આવ્યું હતું. પંકજ પટેલ આઈઆઈએમ-ઉદયપુરના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન પણ છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી તથા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એજયુકેશન એન્ડ રિસર્ચ સાથે પણ સંકળાયેલા છે. પંકજ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ઝાયડસ કેડિલા ૨૫૦ કરોડ રૂ. ની કંપનીમાંથી ૪,૦૦૦ કરોડ રૂ. ની રેવન્યુ સાથે ઇન્ડસ્ટ્રી જાયન્ટ બની હાલ કંપની ૭૦થી વધુ દેશોમાં પ્રેઝન્સ ધરાવે છે. ડોમેસ્ટિકલી ૩૦૦થી વધુ અને ઇન્ટરનેશનલી ૫૦૦ હેલ્થકેર પ્રોડક્ટ્સ ઓફર કરે છે. ભારતીય વિજ્ઞાનીઓની ટેલેન્ટ પર ભરોસાનો પંકજ પટેલનો એપ્રોચ રહ્યો છે, જે ઝાયડસ ક્રેડિલાના સ્ટેટ-ઓફ- ધ-આર્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં પ્રતિબિંબિત થાય છે.
Anant National University Celebrates Its 6th Convocation with Distinguished Chief Guest Mrs. Sudha Murty.
Ahmedabad : Anant National University celebrated its 6th Convocation, awarding degrees to 293 students across various programs, including Bachelor of...
Read more