ગાંધીનગર: ભારતની અગ્રણી લક્ઝરી રિયલ એસ્ટેટ બ્રાન્ડ SOBHA લિમીટેડએ તાજેતરમાં સંપન્ન થયેલ પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સંમીટ ખાતે ટકાઉ અને રહી શકાય તેવા અર્બનકેપ્સનું સર્જન કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. SOBHA લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જગદીશ નગીનેનીએ સમાવશી, ટકાઉ અને સુખી સમુદાયનું સવંર્ધનનો લક્ષ્યાંક ધરાવતી કંપનીની પહેલો દર્શાવી હતી.
SOBHAની લિવેબિલીટી પહેલના કેન્દ્રમાં શહેરી ડિઝાઇન અને આયોજન, કાર્યક્ષમ રિસોર્સ વ્યવસ્થાપન, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખુલ્લી જગ્યાઓ, ટકાઉ સમુદાય અને સ્માર્ટ ટેકનોલોજીઝ અને નવીનતા પરના મજબૂત ભાર પર રહેલો છે. કંપની ટકાઉતા ફક્ત ગુણધર્મ નથી પરંતુ વિકાસનો સહજ ભાગ છે તેની ખાતરી કરતા હરિયાળી પહેલને સરળતાથી તેની ડિઝાઇન્સમાં અપનાવવા માટે સમર્પિત છે.
“અમે એવા ઘર અને સમુદાયનું સર્જન કરવામાં માનીએ છીએ જ્યાં લોકો અને છોડ બન્ને એક સાથે વૃદ્ધિ પામે છે. અમારું ટકાઉ શહેરી જીવન પરનું ફોકસ વિકાસથી પર છે; તે સુખાકારી અને અમારા કાર્યદળનો વિકાસ કરે છે,” એમ જગદીશ નગીનેનીએ જણાવ્યું હતુ. SOBHAની ટકાઉતા પરત્વેની પ્રતિબદ્ધતા તેના વિશાળ સામુદાયિક વિકાસમાં રહેલી છે, જ્યાં જીવનની ગુણવત્તા સર્વોચ્ચ છે. કંપની કાર્યદળ વિકાસ કેમ્પ્સ પર મજબૂત ભાર એ ખાતરી કરતા મુકે છે કે કર્મચારીઓ સમાવેશીતા અને ટકાઉ શહેરી જગ્યાનું સર્જન કરવાના વિઝન સાથે તાલ મિલાવશે.
સ્ત્રોતોના વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરતા શ્રી નગીનેનીએ સ્ત્રોત પર બોજ ઘટાડવામાં ટેકનોલોજીકલ પ્રગતિઓની ભૂમિકાઓ પર ભાર મુક્યો હતો. “રિયલ એસ્ટેટમાં સતત નવીનતા એ ઉજળા અને ટકાઉ ભવિષ્ય તરફેનું અગત્યનં પગલું છે. SOBHA ખાતે અમે લઘુત્તમ બગાડ સાથે ટેકનોલોજી, ગુણવત્તા અને સમયસર પ્રોજેક્ટની પૂર્ણતાને અગ્રિમતા આપીએ છીએ,” એમ તેમણે ઉમેર્યુ હતું.
પૂર્વ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, SOBHA લિમિટેડ માટે તેની પહેલો અને યોજનાઓ શેર કરવા માટે એક પ્લેટફોર્મ તરીકેની ગરજ પૂરી પાડી હતી, જે ટકાઉ શહેરી વિકાસ પરના મોટા વિવરણમાં યોગદાન આપે છે. કંપનીની ભાગીદારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, ગ્રીન સ્પેસને પ્રોત્સાહન, નાગરિકોની સહભાગિતાને પ્રોત્સાહન અને નવીનતાને અપનાવવા માટેની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જાન્યુઆરી 2024માં યોજનારી દ્વિવાર્ષિક ઇવેન્ટ છે જેનો ઉદ્દેશ્ય ગુજરાતમાં રોકાણની તકોની ચર્ચા કરવા અને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરના બિઝનેસ અગ્રણીઓ, રોકાણકારો, વિચારશીલ નેતાઓ અને નીતિ નિર્માતાઓને સાથે લાવવાનો છે. સમીટ રિયલ એસ્ટેટ સહિત વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આર્થિક વૃદ્ધિ અને વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપે છે.