ફ્રેન્કલિન ટેમ્પલટન માને છે કે ગુજરાતમાં મ્યુચ્યુઅલ ફંડની સંભવિત રૂપે વૃદ્ધિ થશે અને તેથી, આ ફંડ હાઉસ રાજ્યમાં તેના દસીટ્રીબ્યુશન નેટવર્કને વિસ્તારવા પર કામ કરી રહ્યું છે.
આ નવી શાખા આયોજિત રીતે પ્રદેશમાં રોકાણની જરૂરિયાતોની વધતી માંગને પહોંચી વળવા માટે સ્થાપિત કરવામાં આવી છે.
ગુજરાતમાં મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રનું AUM, રૂ. 3,35,400 કરોડ જેટલું છે, જે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર અને અહેમદનગર જેવા મુખ્ય શહેરોમાં વિતરિત છે, જે મધ્યમથી લાંબા ગાળે, આશાસ્પદ વૃદ્ધિનો સંકેત આપે છે.
અમદાવાદ: દેશમાં કાર્યરત સૌથી મોટા વિદેશી ફંડ હાઉસ પૈકીના એક, એટલે કે ફ્રેન્કલિન ટેમ્પલટન (ભારત)એ અમદાવાદમાં તેની નવી ઓફિસ ઉદ્ઘાટન સાથે ગુજરાતમાં પોતાનું ધંધો વિસ્તારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ફ્રેન્કલિન ટેમ્પલટન – ભારતના પ્રેસિડેન્ટ શ્રી અવિનાશ સાતવલેકર આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા.
સમગ્ર વિશ્વમાં રોકાણમાં 76 વર્ષની કુશળતા સાથે, ફ્રેન્કલિન ટેમ્પલટન આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવસાય કરે છે અને 1300 થી વધુ ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ્સની સમર્પિત ટીમ દ્વારા સમર્થિત ઉત્પાદનોની વિશાળ શ્રેણી ધરાવે છે. 30 નવેમ્બર, 2023 ની માહિતી મુજબ, આ કંપની વિશ્વભરમાં US$ 1.4 ટ્રિલિયન (~ રૂ. 116 લાખ કરોડ) ની અસ્કયામતોનું સંચાલન કરે છે. 30 મ્યુચ્યુઅલ ફંડ ફંડ્સમાં 75,000 કરોડથી વધુની વ્યવસ્થાપન હેઠળની સરેરાશ અસ્કયામતો સાથે, ફ્રેન્કલિન ટેમ્પલટન ભારતમાં 27 વર્ષથી વ્યવસાય કરે છે. તેના બે મુખ્ય ફંડ્સ – ફ્રેન્કલિન ઈન્ડિયા બ્લુચીપ ફંડ અને ફ્રેન્કલિન ઈન્ડિયા પ્રાઈમા ફંડનો 30 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે, જ્યારે 17 ફ્રેન્કલિન ટેમ્પલટન ફંડ્સ 20 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે.
ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રના એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) એક દાયકામાં પાંચ ગણાથી વધુ વધી ગયા છે, જે રૂ. નવેમ્બર 2013 સુધીમાં 8.89 ટ્રિલિયનથી રૂ. 30 નવેમ્બર, 2023 સુધીમાં 49.05 ટ્રિલિયન થઇ ગયા છે, જે વાર્ષિક વૃદ્ધિ દર 19%2 દર્શાવે છે. નવા રોકાણકારો રોકાણની વૈકલ્પિક રીતો પસંદ કરી રહ્યા હોવાના કારણે, ફ્રેન્કલિન ટેમ્પલટન, ગુજરાતમાં મ્યુચ્યુઅલ ફંડ માટે મજબૂત વૃદ્ધિની સંભાવના જુએ છે. આ ફંડ હાઉસ રાજ્યમાં તેના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છે અને વધુ રોકાણકારો સુધી પહોંચવાનો, તેમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના ફાયદાઓ વિશે શિક્ષિત કરવાનો હેતુ ધરાવે છે. હાલમાં, ગુજરાતમાં મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રનું AUM, રૂ. 3,35,400 કરોડ જેટલું છે, જે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર અને અહેમદનગર જેવા મુખ્ય શહેરોમાં વિતરિત છે, જે મધ્યમથી લાંબા ગાળે, આશાસ્પદ વૃદ્ધિનો સંકેત આપે છે.
નવી શાખાના ઉદઘાટન પર, ફ્રેન્કલિન ટેમ્પલટન – ભારતના પ્રેસિડેન્ટ શ્રી અવિનાશ સાતવલેકરે જણાવ્યું હતું કે, “મ્યુચ્યુઅલ ફંડ્સ એ લાંબા ગાળાના ધનનું નિર્માણ અને મોંઘવારીને હરાવવા જેવા રોકાણના વિવિધ ઉદ્દેશ્યો હાંસલ કરવા માટેની સૌથી કાર્યક્ષમ પદ્ધતિઓ છે. વધુમાં, મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોને તેમના રોકાણમાં વૈવિધ્ય લાવવા, પ્રોફેશનલ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટીઝ, ઇકૉનૉમીઝ ઓફ સ્કેલ, લીકવીડિટી, ટેક્સ એફીસીઅન્સી અને લોવર ટિકેટ સાઈઝ જેવા લાભ મેળવવામાં મદદ કરે છે.”
વધુ વિગતો આપતાં, તેમણે કહ્યું, “અમે ભારત અને ભારત પ્રત્યે પ્રતિબદ્ધ છીએ અને આ ક્ષેત્રમાં એસેટ્સ અંડર મેનેજમેન્ટના સંદર્ભમાં ટોચની 10 બજારોમાંથી એક, એટલે કે અમદાવાદ, ગુજરાતમાં અમારી વ્યવસાયને વિસ્તારવા માટે ઉત્સાહિત છીએ. જ્યારે સમગ્ર ભારતમાં રોકાણકારો અમારી સાથે ઓનલાઈન રોકાણ કરી શકે છે, ત્યારે અમદાવાદમાં અમારી નવી ઓફિસ સાથે, શહેર અને નજીકના નગરોના રહેવાસીઓ વ્યક્તિગત રીતે અમારી રોકાણ સેવાઓનો અનુભવ પ્રાપ્ત કરી શકશે.”