મહારાષ્ટ્રમાં પુના નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુનાથી ૧૫૦ કીલોમીટર દૂર અહમદનગર હાઈવે પર પીક અપ વાન અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ૮ લોકોનાં મોત નિપજયા હતાં. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા એક લાખ વીસ હજારની (૧,૨૦,૦૦૦) સહાયતા રાશિ અર્પણ કરી છે. મહારાષ્ટ્ર સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજી ના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
પુના નજીક માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને મૃતકોના પરિવારને સહાય

By
KhabarPatri News
1 Min Read
