પોતાની કોમેડીથી દર્શકોને હસાવીને લોટપોટ કરી દેવા વાળો એક્ટર રાજપાલ યાદવને દિલ્હીની કોર્ટે દગાખોરીના મામલામાં દોષી જાહેર કર્યો છે. રાજપાલ ઉપર 5 કરોડ રૂપિયા પાછા ના આપવાનો આરોપ છે. આ બાબતમાં રાજપાલની પત્ની અને કંપનીને પણ દોષી માનવામાં આવ્યા છે.
રાજપાલ યાદવે ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ની આસપાસ સમગ્ર ઘટના ફરે છે. ફિલ્મ બનાવવા માટે રાજપાલે એક વેપારી પાસેથી 5 કરોડની લોન લીધી હતી. પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ તે ફ્લોપ સાબિત થઇ હતી. રાજપાલ તે વેપારીને રકમ ચૂકવી શક્યો નહી. કોર્ટ દ્વારા ઘણી વાર રાજપાલને નોટીસ આપવામાં આવી હતી પરંતુ તે કોર્ટમાં હાજર થયો ન હતો, જે બાબતથી કોર્ટ ઘણી નારાજ છે.
5 કરોડની લોન 2010માં લીધી હતી. દિલ્હીના લક્ષ્મીનગરની કંપની મુરલી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડે પણ રાજપાલ વિરુદ્ધ ચેક બાઉન્સ બાબતની ફરિયાદ નોંધાવી હતી.