ટૂંકા સમયગાળામાં 5 કંપનીઓ IPO દ્વારા બજારમાંથી નાણાં એકત્ર કરવા તૈયાર છે. આ કંપનીઓ મળીને રૂપિયા ૪,૨૦૦ કરોડ એકત્ર કરશે. પ્રથમ આજે IPO ૧૩ ડિસેમ્બરે અને છેલ્લો ૧૮ ડિસેમ્બરે ખુલશે. આવી સ્થિતિમાં રોકાણકારોને ફરી એકવાર IPOમાં નાણાં રોકવાની તક મળશે. ઇન્ડિયા શેલ્ટર અને ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝનો IPO ૧૩ ડિસેમ્બરે ખુલશે અને ૧૫ ડિસેમ્બરે બંધ થશે. બંને કંપનીઓ રૂ. ૧,૨૦૦-૧,૨૦૦ કરોડ એકત્ર કરશે. તેમની કિંમત અનુક્રમે રૂપિયા ૪૬૯-૪૯૩ અને રૂપિયા ૭૫૦-૭૯૦ છે. આઇનોક્સનો ઇશ્યૂ ૧૪-૧૮ ડિસેમ્બર સુધી ખુલશે જેની કિંમત રૂપિયા ૬૨૭-૬૬૦ છે. મોટિસન્સ જ્વેલર્સ અને સૂરજ એસ્ટેટનો IPO ૧૮-૨૦ ડિસેમ્બર દરમિયાન ખુલશે. ૨૦ વર્ષ બાદ કોઈ ઓટો કંપનીIPOલાવવાની તૈયારી કરી રહી છે.. ઓલા ઈલેક્ટ્રીક રૂપિયા૮૫૦૦ કરોડ એકત્ર કરવા ઈશ્યુ લોન્ચ કરી શકે છે. કદના સંદર્ભમાં તે દેશના ટોચના ૧૫ ૈંર્ઁંમાં સામેલ હશે. મુથુટ ફિનકોર્પ રૂ. ૧,૩૫૦ કરોડ એકત્ર કરવા માટે આ મહિને ઈશ્યુ બહાર પાડશે. આ સિવાય ક્રેડો, આરબીઝેડ જ્વેલર્સ, મુક્કા પ્રોટીન્સ, હેપ્પી ફોર્જિંગ પણ આ મહિને IPO લોન્ચ કરી શકે છે. આ તમામને સેબી તરફથી મંજૂરી મળી છે. આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૪૪ કંપનીઓએ બજારમાંથી ૩૫,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આજે ૧૩ ડિસેમ્બરે IPO ખુલી રહ્યા છે. આ DOMS IPOઅને India Shelter Finance IPOનો સમાવેશ થાય છે.બંને યોજનાઓ સારો પ્રતિસાદ મેળવે તેવા અનુમાન છે.DOMS એ ગુજરાતની કંપની છે કે સ્ટેશનરી સંબંધિત ઉત્પાદન બનાવે છે.
સાસણ : પરંપરા અને આધુનિકતા વચ્ચેની વર્ષો જૂની લડાઈનું પ્રતિબિંબ દર્શાવતી ગુજરાતી ફિલ્મ
અમદાવાદ : હ્રદયસ્પર્શી અને શક્તિશાળી સિનેમેટિક સફરમાં, ગુજરાતી ફિલ્મ સાસણ પ્રેક્ષકોને ભાવનાત્મક રાઈડ પર લઈ જઈ રહી છે. પ્રતિભાશાળી ડાયરેક્ટર...
Read more