સ્ટુડન્ટ વિઝા મેળવવા વિદ્યાર્થીઓ માટે જરૂરી અનામત ભંડોળ બમણું કરવાના કેનેડાના ર્નિણયથી ભારતના વિદ્યાર્થીઓને વધુ અસર થશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રહેઠાણની કટોકટી માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દોષ આપવો એ એક ભૂલ હશે : કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલર
નવીદિલ્હી : કેનેડામાં સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે વિદ્યાર્થીએ તેમના ખાતામાં ૧૦ હજાર કેનેડિયન ડોલર રિઝર્વ ફંડ ખાતામાં જરૂર છે જેથી ત્યાંના જીવન ખર્ચને આવરી લેવામાં આવે. પરંતુ ૨૦૨૪ થી, તેઓએ તેમની એક વર્ષની ટ્યુશન ફી ઉપરાંત તેમના ખાતામાં ઓછામાં ઓછા ૨૦,૬૩૫ કેનેડિયન ડોલર રાખવા પડશે. જાે વિદ્યાર્થીઓ તેમની સાથે પરિવારના કોઈ સભ્યને લાવે છે, તો તેઓએ વધારાના ચાર હજાર કેનેડિયન ડોલર બતાવવાની જરૂર પડશે. હાલમાં કેનેડામાં અભ્યાસ કરી રહેલા અંદાજે આઠ લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી ૩ લાખ ૨૦ હજાર ભારતના છે. તેમાંથી આશરે ૭૦ ટકા પંજાબના વિદ્યાર્થીઓ છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે ગુરુવારે જણાવ્યું હતું કે, “સપ્ટેમ્બર ૨૦૨૪ પહેલા, અમે વિઝાને નોંધપાત્ર રીતે મર્યાદિત કરવા સહિત જરૂરી પગલાં લેવા માટે તૈયાર છીએ, તેની ખાતરી કરવા માટે કે નિયુક્ત શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને પૂરતો સહકાર આપે છે”.. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના મોટા પ્રમાણમાં ધસારાને કારણે ઘરોની કટોકટી સર્જાઈ છે, મંત્રીએ કહ્યું, “રહેઠાણની કટોકટી માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દોષ આપવો એ એક ભૂલ હશે. પરંતુ કોઈપણ આધાર વિના તેમને કેનેડા આવવાનું આમંત્રણ આપવું એ પણ ભૂલ હશે. “આમાં તેમને રહેવા માટે સ્થાન કેવી રીતે આપવું તે પણ વિચારવા જેવુ છે. તેથી જ અમે શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ માત્ર એવા વિદ્યાર્થીઓને જ સ્વીકારે કે જે તેઓ ઘર આપી શકે અથવા કેમ્પસ બહારના આવાસ શોધવામાં મદદ કરે.” આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લલચાવવા માટે સમગ્ર કેનેડામાં ઉભી થયેલી નકલી કોલેજાેને બંધ કરવાની વાત કરતાં મંત્રીએ જણાવ્યુ કે, આવી ગેકાયદે કોલેજાેના નામે આવતા વિદ્યાર્થીઓએ કાયદેસરના વિદ્યાર્થી નથી. આ કામગીરી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી અને દુરુપયોગ છે અને તેને સમાપ્ત કરવાની જરૂર છે. સ્ટડી વિઝા ઘટાડવાની વાત કરતાં તેમણે કહ્યું, “જાે પ્રાંતો અને પ્રદેશો તે કરી શકતા નથી, તો અમે તેમના માટે તે કરીશું.” વધુમાં મંત્રીએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અઠવાડિયામાં ૨૦ કલાકથી વધુ કામ કરવાની મર્યાદા ૩૦ એપ્રિલ, ૨૦૨૪ સુધી લંબાવી છે.

Share This Article