બિઝનેસમાં જબરદસ્ત વૃદ્ધિ માટે વર્ષ ૨૦૨૪માં વધુ સારું આયોજન કેવી રીતે કરવું
તે ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી ઉદ્યોગસાહસિકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન
અમદાવાદ : આગામી વર્ષ ૨૦૨૪માં ગુજરાતના MSME ઉદ્યોગસાહસિકો ને વ્યક્તિગત જીવન અને પ્રોફેશનલ બિઝનેસમાં એક્સપોનેન્શિયલ ગ્રોથ મળે એ હેતુ થી પ્રખ્યાત કોર્પોરેટ ટ્રેનર,સ્કેલ અપ એન્ડ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન કોચ અને HR RE ENGINEERS લિમિટેડના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક અને પ્રમોટર હેમલરાજ દ્વારા તાજેતરમાં બિઝ ટ્રીઝ નેટવર્કિંગ જૂથના સભ્યો ના સાથે સાથે મેહસાણા અને અમદાવાદના ઉદ્યોગસાહસિકો માટે ડેલિગેશન ઓફ વર્ક, કાર્યોમાં પ્રાથમિકતા અને પોતાના સંબંધોમાં વિશ્વાસ કેવી રીતે વધારવા જેવા સિદ્ધાંતો દ્વારા વર્ષ 2024ને કેવી રીતે જોરદાર બનાવી શકાય એને અનુલક્ષીને વિશેષ મોડ્યૂલ્સ સાથે એક ટ્રાન્સફોર્મશન ટ્રેનિંગ પ્રોગ્રામનું ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
૯મી ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ ઝાયડસ હોસ્પિટલ રોડ ખાતે સ્થિત FTV કાફે અને રેસ્ટ્રોમાં સવાર અને બપોરે, બે ટ્રાન્સફોર્મશન ટ્રેનિંગ સેસન્સના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીઝ ટ્રિઝ બિઝનેસ સમુદાય ના સાથે સાથે મેહસાણા અને અમદાવાદના ૧૫૦ થી વધુ ઉદ્યોગસાહસિકો એ હેમલરાજ ના અદ્દભૂત ઉર્જામય વક્તવ્યોના લાભ લીધા હતા. જયારે આ ટ્રાન્સફોર્મશન ટ્રેનિંગ સેશનનું જાહેરાત કરવામાં આવ્યું ત્યારે એમને એટલું સરસ પ્રતિસાદ મળ્યું કે એક બેચ ના બદલે ૨ બેચ નું આયોજન કરવું પડયું જેથી દરેક મેમ્બર ને ટ્રેનિંગનું વ્યક્તિગત લાભ આપી શકાય.
HR Re Engineers લિમિટેડના દીર્ઘદ્રષ્ટા સ્થાપક અને પ્રમોટર એવા યુવા અને અનુભવી કોચ હેમલરાજ એ જણાવ્યું હતું કે, “ગુજરાતીઓ આમ તો બિઝનેસમાં પ્રખર હોય છે, પરંતુ હવે બિઝનેસ વધુ જટિલ બન્યું છે અને સ્પર્ધા પણ વૈશ્વિક બની છે. આપ્રે ઘણા વિષયોમાં માસ્ટર હોય શકીયે પણ સાથે સાથે બિઝનેસના બીજા પાસાઓમાં જેક પણ બનવું પડશે. બિઝનેસમાં જબરદસ્ત વૃદ્ધિ માટે તમને એક્સપર્ટ્સ અને કોન્સલ્ટન્ટ્સનું મંતવ્યો લેવા પડશે” એમને વધુમાં જણાવ્યું હતું કે, “તમારા બિઝનેસમાં સફળ થવા માટે તમારે કામ સોંપવું એટલે ડેલિગેટ કરવું પડશે, બિઝનેસ માટે શું કરવું અને શું નહીં તે સમજવું પડશે, તમને સફળતા માટે ટોચના 10 વ્યવસાયિક વિચારો પસંદ કરવા પડશે, તમારે તમારા સમુદાય અને નેટવર્કમાં મહત્તમ વ્યવસાય મેળવવો અને આપવો પડશે અને તમારે તમારી અને બ્રાન્ડની આસપાસ વિશ્વસનીયતા અને વિશ્વાસની એક આભા ઊભી કરવી પડશે. આવતા વર્ષ ૨૦૨૪ માટે આ આત્મનિર્ભર ભારતના બિઝનેસ સાહસિકો માટે આ જ મારા સફળતાના મંત્રો છે. હું આવતા વર્ષ માટે અર્થપૂર્ણ છતાં પ્રાપ્ત કરી શકાય તેવા બિઝનેસ અને સ્વસ્થ જીવન માટેના સંકલ્પો લેવા માટે તેમને પડકારું છું. ટ્રેનિંગ માટેના આ અદ્ભુત સહયોગ માટે હું રિદ્ધિ રાવલનો પણ આભાર માનું છું.”
SME ઉદ્યોગના પડકારોની તેમની સમજ સાથે, હેમલરાજ એ વ્યવહારુ તર્ક સાથેનું એક અનોખું બિઝનેસ મોડલ વિકાસ કર્યો છે જે SME સેક્ટરના વ્યાપાર વૃદ્ધિ, વ્યવહારુ ઉકેલ અને ઉત્પાદન ક્ષેત્રના જટિલ મુદ્દાઓને પણ ઉકેલવામાં મદદ કરે છે. હેમલનો હેતુ વ્યવસાયિક વૃદ્ધિ અને વ્યવહારુ ઉકેલ પ્રથાઓ અને પ્રક્રિયાઓનો અમલ કરીને SME ઇન્ડસ્ટ્રીનું કાર્ય કરવાની રીત બદલવાનો છે.
હેમલરાજ તેમના સમગ્ર શિક્ષણ દરમિયાન એક જુસ્સાદાર પ્રતિભા હતો જેના માટે એમને યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો છે. તેઓ એચઆર, માર્કેટિંગ અને આઈટીમાં નિષ્ણાત છે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટથી એમબીએ પૂરું કર્યા પછી હેમલરાજ ને એચઆર અને સાહસિકતાના ક્ષેત્રોમાં 15 વર્ષનો અનુભવ છે. તેમણે બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે માટે એચઆર સ્ટ્રેટેજિસ્ટ તરીકે કામ કર્યું છે. તેમની મુખ્ય યોગ્યતા કસ્ટમાઇઝ્ડ એચઆર અને બિઝનેસ સોલ્યુશન્સ ડિઝાઇન કરવાની છે. તે વિશ્વના શ્રેષ્ઠ નેટવર્કીંગ ફોરમ્સના પણ એક અગ્રણી ચહેરો છે.