નવીદિલ્હી: હાલમાં માત્ર અને માત્ર એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ટ્રેલર જાેયા બાદ દર્શકો ફિલ્મની રાહ જાેઈ રહ્યા હતા. પરંતુ હવે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મે પહેલા દિવસે જંગી કમાણી કરી છે. ફિલ્મ ‘એનિમલ’એ રિલીઝ થયાના પ્રથમ દિવસે દેશભરમાં ૬૧ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે ફિલ્મ ‘એનિમલ’એ વિશ્વભરમાં ૧૧૦ થી ૧૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તેની પાછળના ૫ મહત્વના કારણોએ છે. જેના કારણે મોટી સંખ્યામાં દર્શકો ફિલ્મો જાેવા માટે સિનેમાઘરો તરફ વળ્યા છે.. ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે રણબીર કપૂરને એકદમ અલગ લુકમાં બતાવવાનો નિર્દેશકનો પ્રયાસ સફળ રહ્યો છે. ફિલ્મમાં રણબીર ગ્રે શેડ્સ સાથેનું પાત્ર ભજવતો જાેવા મળી રહ્યો છે. તેનું ભયાનક સ્વરૂપ જાેઈને તમે ચોંકી જશો. જેટલી ફિલ્મ ‘એનિમલ’ના વખાણ થઈ રહ્યા છે તેટલા જ અભિનેતા બોબી દેઓલના પણ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં બોબીનો આવો અંદાજ ફેન્સે પહેલા ક્યારેય જાેયો નથી. આ ફિલ્મમાં બોબી વિરોધી ભૂમિકામાં જાેવા મળી રહ્યો છે. અભિનેતા દ્વારા ભજવવામાં આવેલા પાત્રની દરેક સ્તરેથી પ્રશંસા થઈ રહી છે.. ફિલ્મ ‘એનિમલ’ની ત્રીજી અને સૌથી ખાસ વાત અભિનેત્રી રશ્મિકા મંદાના છે. રશ્મિકા અને રણબીર પહેલીવાર ફિલ્મ ‘એનિમલ’થી ચાહકોને મળ્યા હતા. ચાહકોએ પણ આ જાેડીને આવકારી છે. આ ફિલ્મમાં બંનેની લવસ્ટોરી પર ચાહકોનું ધ્યાન ગયું છે. ફિલ્મના ઘણા સીન સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ ફિલ્મને હિટ બનાવવા માટે ખાસ કમાલ પણ કરી છે. ફિલ્મ ‘એનિમલ’ એક ફેમિલી ડ્રામા છે. આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધો પર આધારિત ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. આ ફિલ્મમાં અભિનેતા અનિલ કપૂર રણબીરના પિતાની ભૂમિકામાં છે.
Here are ten key points highlighting Jay Patel’s contributions to IFFI, his role as a producer, and his engagement with influential films
Special Screening at the 50th IFFI: Jay Patel’s film, I’m Gonna Tell God Everything, was featured in a special screening...
Read more