દક્ષિણ ભારત પર ચક્રવાતનું જાેખમ તોળાઈ રહ્યું છે
અમદાવાદ : 2023 નું વર્ષ માવઠું અને વાવાઝોડાના નામે રહ્યું. સતત આખુ વર્ષ કમોસમી વરસાદ અને માવઠાએ લોકોના જીવ ઉંચા-નીચા કર્યાં. જાેકે, ડિસેમ્બરના અંત સુધીમાં પણ વાવાઝોડું પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યું. 2023 માં જતા જતા પણ વાવાઝોડું લોકોને હેરાન પરેશાન કરી રહ્યું છે. ત્યારે વધુ એક વાવાઝોડાનું સંકટ ઉભુ થયું છે. જાેકે, આ વાવાઝોડું ગુજરાતને કેવી રીતે અસર કરશે તે નવી આગાહીમાં જાેઈએ. મુસિબત આટલાથી અટકતી નથી. દક્ષિણ ભારત પર ચક્રવાતનું જાેખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદમાન સાગર પર લો પ્રેશરના ક્ષેત્રનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે પહેલી ડિસેમ્બર સુધી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીની ઉપર ચક્રવાત મિચાંગનું નિર્માણ થશે. આ ચક્રવાતને કારણે ૪ ડિસેમ્બર સુધી આંધ્ર પ્રદેશ, કેરળ અને પુડુચ્ચેરી સહિતના દક્ષિણના પ્રદેશોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ચક્રવાત તમિલનાડુની સ્થિતિ વધુ બગાડી શકે છે. એટલે કે દક્ષિણ ભારત માટે આગામી કેટલાક દિવસો ભારે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 2 થી 4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે. 8 ડિસેમ્બર સુધી ચક્રવાતનું જાેર રહેશે. ચક્રવાતનાં કારણે દક્ષિણ- પૂર્વિય ભાગોમાં વરસાદ થશે. ભેજવાળા પવનો પશ્ચિમી વિક્ષેપો સાથે મર્જ થશે. વાદળવાયુ વાતાવરણ અને વરસાદ થશે. ભારે પવન અને કરા સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. આ ટ્રફના કારણે ગુજરાતમાં પહેલીથી પાંચ ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ માવઠાની પણ શક્યતાઓ છે. પહેલી ડિસેમ્બરના રોજ રાજ્યાના હવામાનમાં બદલાવ આવવાનું ચાલું થશે. જેથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, બેથી ચાર ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જાેવા મળશે. આ સાથે પાંચમી ડિસેમ્બરથી રાજ્યનું હવામાન ફરીથી ખુલ્લું થઇ જશે. હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, બેથી ચાર ડિસેમ્બરના રોજ જ્યાં માવઠાની શક્યતા છે. જેમાં મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુ એક માવઠાની આગાહી કરી છે. જેમાં ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ જણાવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં વધુ એક માવઠાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં ઇશાનનું ચોમાસું ચાલી રહ્યુ છે અને બંગાળની ખાડીમાં વારંવાર અસ્થિરતા થઇ રહી છે. જેના કારણે વરસાદની સિસ્ટમ બની છે. આ સિસ્ટમથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જેનો ટ્રોફ ગુજરાત સુધી લંબાઇ રહ્યા છે. ઉત્તર ભારતમાં જ્યાં શિયાળો જામી ગયો છે, ત્યાં દક્ષિણ ભારતના કેટલાક ભાગો ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે. તમિલનાડુમાં સાવર્ત્રિક વચ્ચે ચેન્નાઈમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલા વરસાદને કારણે શહેર પાણીને હવાલે છે. તમિલનાડુ અત્યારે ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે. એક સપ્તાહ પહેલાં શરૂ થયેલો વરસાદ હજુ અટકવાનું નામ નથી લેતો. તેનું જ કારણ છે કે રસ્તા પાણીમાં ડૂબેલા છે. રહેણાંક વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા છે. વરસાદ લોકોને રાહત આપવાનું નામ નથી લેતો. ચાર જિલ્લામાં શાળા અને કોલેજાે બંધ કરવાની ફરજ પડી છે. સૌથી ખરાબ હાલત ચેન્નાઈની છે. જ્યાં ઠેર ઠેર પાણી ભરાતાં જનજીવન ખોરવાઈ ગયું છે. રસ્તા પર વાહનોના ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા હોવાથી ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોની હાલાકીમાં વધારો થયો છે. રેલવે ટ્રેક પાણીમાં હોવાથી ટ્રેનો મોડી ચાલી રહી છે. એકંદરે ચેન્નાઈ શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિ પર નજર રાખવા ૧૫ ૈંછજી અને ૧૬ હજાર કર્મચારીઓ તૈનાત કરાયા છે. લોકોને પોતાના ઘરોમાં રહેવાની સલાહ અપાઈ છે. માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી અપાઈ છે. કેમ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિતિ સૌથી ખરાબ છે. વરસાદનો કહેર હજુ અટકે તેમ નથી કેમ કે ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લામાં બીજી અને ત્રીજી ડિસેમ્બરે પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, રાનીપેટ અને કાંચીપુરમમાં શાળાઓ બંધ કરી દેવાઈ છે, જ્યારે તિરુવલ્લુરમાં શાળા અને કોલેજાે બંને બંધ કરવાની સ્થિતિ આવી છે. ચેન્નાઈ, ચેંગલપેટ, અરક્કોણમ અને વિલ્લુપુરમ જિલ્લામાં દ્ગડ્ઢઇહ્લની પાંચ ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે લોકો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more