રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોસ્કો એક્ટ પર સંશોધન કરવાની મંજૂરી આપી દીધી છે. સરકાર દ્વારા આ કાયદાના સંશોધન માટે પરવાનગી આપવાની શરૂઆત ક્યાંથી અને કોણે કરી હતી ? આ વિશે વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરાઈ હતી.
જેમાં તેમણે બાળકીઓના બળાત્કારીઓને મોતની સજા આપવાની વકાલત કરી હતી. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાઈ ગયો કે 0-12 વર્ષની બાળકીઓની સાથે બળાત્કાર કરનારને મોતની સજા આપવામાં આવશે. આ સિવાય 16 વર્ષ સુધીની કિશોરીઓની સાથે બળાત્કાર કરનારને સજા 10થી વધારીને 20 વર્ષ કરી દેવાઈ છે. શ્રી વાસ્તવે આ અરજી તે સમયે દાખલ કરી હતી જ્યારે દિલ્હીના 28 વર્ષના યુવકે પોતાની 8 માસની પિતરાઈ સાથે ક્રૂરતા પૂર્વક બળાત્કાર કર્યો હતો.
દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લૉ સેન્ટરના ગોલ્ડ મેડાલિસ્ટ શ્રીવાસ્તવે જણાવ્યુ કે મે આ કેસ વિશે અખબારમાં વાંચ્યુ અને તેને જોવા માટે ગયો. તેના માતા-પિતા મજૂરી કરતા હતા અને તેમની પાસે તેની સારવાર કરાવવા પૈસા નહોતા. આ પ્રકારના ગુનામાં માત્ર મોતની સજા આપવી જોઈએ. શ્રી વાસ્તવની અરજી પર સુપ્રીમ કોર્ટે મેડીકલ બોર્ડે બાળકીની તપાસ કરવા અને વહીવટીતંત્રને નિર્દેશ આપવા બાળકીની સારવાર કરાવી હતી.