૧૬ જિલ્લામાં વીજળી પડવાના કારણે મોત, ૨૩ લોકોને નાની મોટી ઈજા , ૭૧ પશુઓનો પણ જીવ ગયો
અમદાવાદ : ગુજરાતમાં કમોસમી વરસાદે ભયંકર ખાનાખરાબી સર્જી છે. છેલ્લા ૨૪ કલાકમાં બદલાયેલા મોસમને પગલે ગુજરાતમાં ૨૪ લોકોનાં મોત થયા છે. એકાએક કરા સાથે વરસાદ પડતાં સૌથી ખરાબ હાલત ગુજરાતમાં ખેડૂતોની છે. ખેડૂતોનો ઉભો પાક ખરાબ થઈ ગયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં ગુજરાતના ૨૩૪ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો સુરેન્દ્રનગરના ચુડામાં સાડા ચાર ઈંચ અને ઉમરપાડામાં ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. સરકારી ડેટા જાેઈએ તો ૧૬ જિલ્લામાં વીજળી પડવાના કારણે મોત થયા છે. ભારે પવન સાથે વરસાદને પગલે ૨૩ લોકોને નાની મોટી ઈજા થઈ છે. માનવ મૃત્યું સાથે પશુઓ પણ ભોગ બનતાં ૭૧ પશુઓનો પણ જીવ ગયો છે. કમોસમી વરસાદને પગલે મોતની વાત કરીએ તો દાહોદમાં ૪, ભરુચમાં ૩, બનાસકાંઠામાં ૩, તાપીમાં ૨ અને જે જિલ્લાઓમાં એક એક મોત થયું છે તેમાં અમરેલી, સુરેંદ્રનગર, મહેસાણા, બોટાદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, અમદાવાદ, સુરત, દેવભૂમિ, દ્વારકા, આણંદ અને પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે. મહેસાણાના વીજાપુરમાં રિક્ષાચાલક પર ભારે પવનમાં ઝાડ પડવાથી એકનું મોત નિપજ્યું. ત્યારે ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું તો સૌરાષ્ટ્રમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે આજે પણ માવઠું ત્રાટકશે. ૨૪ કલાકમાં સુરતમાં ૪.૫ અને ચુડામાં ૪.૨ ઈંચ વરસાદ નોધાયો છે. જ્યારે કામરેજ, કુકરમુંડા અને સાગબારામાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં ૪ ઈંચ તો નડિયાદમાં ૩ ઈંચ વરસાદ તેમજ ઓલપાડમાં ૨.૨ ઇંચ વરસાદ તો માંડવી અને ભાભરમાં ૨.૪ ઇંચ તેમજ અમરેલીમાં ૨.૮ ઈંચ વરસાદ નોંધાયો છે.જાેકે, હવામાન વિભાગના અપડેટ અનુસાર, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હિમાચલપ્રદેશમાં હજી પણ વાદળો ઘેરાયા છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી છે. આજે સોમવારે ગુજરાતના ૩ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના ૩ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. દાદરાનગર હવેલી, દમણમાં પણ માવઠું વરસી શકે છે. તો આજે સોમવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ છે. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર જિલ્લામાં માવઠું વરસી શકે છે. તો ગાંધીનગર , અમદાવાદ, બોટાદમાં વરસાદની આગાહી છે. તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ છે. જાેકે, આ વચ્ચે ઉત્તર ગુજરાત માટે રાહતના સમાચાર છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ૩૦ નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જાેર વધશે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે. શિયાળુ સિઝનમાં હાલ માંડ ૬૦ ટકા વાવેતર થયું છે. રાજ્યમાં ૨૫ લાખ હેક્ટરની આસપાસ રવી સિઝનની વાવણી થાય છે. જેમાં સૌથી વધારે ઘઉંની વાવણી થાય છે. આ સિઝનમાં ધાણાં, જીરૂ. વરિયાળી, ઘઉં, રાયડો ઉપરાંત લીલા શાકભાજીની વધુ વાવણી થઇ છે. હજુ તો વરિયાળી અને જીરાના પાકને માંડ બીજી વખત પાણી અપાયુ છે ત્યાં કમોસમી વરસાદની એન્ટ્રી થઇ છે. હજુ તો માંડ ધાણાંના છોડવા માંડ જમીન બહાર આવ્યા છે અને જીરૂના છોડ તો હજુ ઉગ્યા પણ નથી. આ સંજાેગો વચ્ચે કમોસમી વરસાદ ખાબકતા ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. જેને પગલે આ પાક ઉગશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે. ગુજરાતમાં જીરૂ-વરિયાળીના પાકને નુકશાન થયું તો ભાવમાં વધારો થશે એમાં કોઈ મત નથી.
ક્રાફ્ટ ઓફ આર્ટ્સ વોટર ફેસ્ટિવલઃ મ્યુઝિક અને હેરિટેજ સાથે ખાસ ઉજવણી
અમદાવાદ: એક ભવ્ય રવિવારની સાંજે, ક્રાફ્ટ ઓફ આર્ટે તેમના પ્રતિષ્ઠિત વોટર ફેસ્ટિવલના ભાગરૂપે ઐતિહાસિક અડાલજની વાવ ખાતે એક આકર્ષક સંગીતમય...
Read more