નવીદિલ્હી : ICC વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના સામે હાર બાદ ટીમ ઈન્ડિયા હવે ટી૨૦ સિરીઝમાં કાંગારૂઓનો સામનો કરવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયાએ રવિવારે ભારતને છ વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. વર્લ્ડ કપ ફાઈનલ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો હવે ૨૩ નવેમ્બરથી પાંચ મેચની ટી૨૦ સિરીઝ રમશે.
ભારત વિ ઓસ્ટ્રેલિયા ટી૨૦ સિરીઝ શેડ્યૂલ વિષે જણાવીએ,
પહેલી T20 :૨૩ નવેમ્બર, વિશાખાપટ્ટનમ,
બીજી T20: ૨૬ નવેમ્બર, તિરુવનંતપુરમ,
ત્રીજી T20: ૨૮ નવેમ્બર, ગુવાહાટી,
ચોથી T20: ૧ ડિસેમ્બર, રાઈપુર અને
પાંચમી T20: ૦૩ ડિસેમ્બર, બેંગલુરુ.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી૨૦ સિરીઝની પહેલી મેચ ક્યારે, ક્યા રમાશે, કેટલા વાગ્યે, મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યા થશે અને લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જાેઈ શકાશે? તે બધા વિષે જણાવીએ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી૨૦ સીરીઝની પહેલી મેચ ૨૩ નવેમ્બર ગુરૂવારે વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં સાંજે ૭ વાગ્યે શરૂ થશે જ્યારે ટોસ સાંજે ૬.૩૦ વાગ્યે થશે, સ્પોર્ટ્સ ૧૮ અને કલર્સ સિનેપ્લેક્સ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે અને લાઈવ સ્ટ્રીમિંગ જિયોસિનેમા એપ જાેઈ શકાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા ટી૨૦ હેડ ટુ હેડની મેચ વિષે જણાવીએ, ભારત અને ઓસ્ટ્રેલિયાએ ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકબીજા સામે અત્યાર સુધી ૨૬ મેચ રમી ચૂક્યા છે. તેમાંથી ઓસ્ટ્રેલિયાએ ૧૦ અને ભારતે ૧૫માં જીત મેળવી છે. ભારતની બહાર રમાયેલી મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ચાર અને ભારતે સાતમાં જીત મેળવી છે.