હરિયાણાના યમુનાનગરમાં ઝેરી દારૂ પીવાથી ૧૪ લોકોના મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હરિયાણા : હરિયાણામાં ઝેરી દારૂ પીવાથી મોતની વધુ એક ઘટના સામે આવી છે. હરિયાણામાં ઝેરી દારૂ પીવાથી ૧૪ લોકોના મોત થયા છે. એક જ દિવસમાં દારૂના સેવનથી ૬ લોકોએ જીવ ગુમાવતાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી પોલીસ એક્શન મોડ પર આવી હતી અને મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લઈને તપાસ શરૂ કરી હતી. યમુનાનગર પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ૭ લોકોની ધરપકડ કરી છે.

File 01 Page 04

હાલ આ સમગ્ર ઘટનામાં દારૂની તપાસ કરવામાં આવી રહી છે અને ઝડપાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે ગુરુવારે અંબાલામાં મૃત્યુ પામેલા બે લોકો ઉત્તર પ્રદેશના પ્રવાસી મજૂરો હતા. તેણે શંકાસ્પદ નકલી દારૂનું સેવન કર્યું હતું, જે અંબાલા જિલ્લામાં ગેરકાયદેસર રીતે તૈયાર કરવામાં આવ્યું હતું. બંને અંબાલાના એક ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને અહીં એક કારખાનામાં કામ કરતા હતા..

https://khabarpatri.com/news/in-west-bengal-30-people-were-burnt-when-a-fierce-fire-broke-out-in-a-passenger-bus/
https://khabarpatri.com/ahmedabad-2/one-should-sacrifice-not-the-animal-but-the-animality-within-oneself-sri-sri-ravishankarji/

દારૂ પીવાને કારણે અંબાલામાં કામદારોની હાલત ખુબ જ નાજુક થઈ ગઈ છે ત્યારે તે તમામને મુલ્લાના મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા જે બાદ શુક્રવારે તેમનું મૃત્યુ થયું છે.અંબાલામાં પોલીસે જણાવ્યું હતું કે ગેરકાયદેસર ફેક્ટરીમાં નકલી દારૂના આશરે ૨૦૦ બોક્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને યમુનાનગરમાં ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓને સપ્લાય કરવામાં આવ્યા હતા. સ્થળ પરથી ૧૪ ખાલી ડ્રમ અને ગેરકાયદેસર દારૂ બનાવવામાં વપરાતી સામગ્રી કબજે કરી છે.. પોલીસે કહ્યું કે તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આરોપીઓએ ક્યારે દારૂ બનાવવાનું શરૂ કર્યું અને તેના ઉત્પાદનમાં કોણ સામેલ હતા. યમુનાનગર પોલીસે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (જીૈં્‌)ની રચના કરી છે અને ૭ લોકોની ધરપકડ કરી છે. મુલ્લાના એસએચઓ સુરેન્દ્રએ ગુરુવારે કહ્યું હતું કે અંબાલામાં ગેરકાયદેસર રીતે દારૂ બનાવવા બદલ અન્ય બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, વિપક્ષ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ઇન્ડિયન નેશનલ લોકદળે ઝેરી દારૂના કારણે થયેલા મૃત્યુને લઈને મનોહર લાલ ખટ્ટર સરકારની ટીકા કરી છે અને કહ્યું છે કે તે ભૂતકાળમાં આવી ઘટનાઓમાંથી પાઠ શીખવામાં નિષ્ફળ રહી છે.

Share This Article