થોડા સમયથી હોનર કંપની લેપટોપ લોન્ચ કરવાના અણસાર આપી રહી હતી. હવે તેણે ફાઇનલી મેજીકબૂક નામનુ લેપટોપ પોતાના નવા સ્માર્ટફોન સાથે લોન્ચ કરી દીધુ છે. હવે હોનર પણ શાઓમી બાદ લેપટોપની રેસમાં આવી ગયું છે.
થોડા વર્ષ પહેલા શાઓમીએ લેપટોપ સેગમેંટમાં મેકબૂક એરનું ક્લોન મી એર બનાવીને લોન્ચ કર્યા બાદ એન્ટ્રી લીધી હતી. શાઓમીએ પોતાના લેપટોપ પર લોગો રાખ્યો નથી. જ્યારે હોનરે પોતાના લેપટોપ પર જમણી બાજુ લોગો રાખ્યો છે. હોનરનું લેપટોપ બોડી એલ્યુમિનિયમનું છે અને સિલ્વર અને ગ્રે કલરમાં અવેલેબલ રહેશે.
શું છે મેજીકબૂકનું સ્પેસિફિકેશન-
- લેપટોપમાં 14 ઇંચ આઇપીએસ ફુલ એચડી ડિસપ્લે છે.
- આસપેક્ટ રેશિયો 16:9 છે.
- મેજીકબૂકમાં 8જીબી રેમ, 256જીબી સ્ટોરેજ અને 2GB Nvidia GeForce MX150 ગ્રાફિક્સ કાર્ડ છે.
- 4WH બેટરી આપવામાં આવેલી છે, કંપનીનો દાવો છે કે 12 કલાક બેટરી ચાલે છે.
- મેકબૂક Xની જેમ હોનર મેજીકબૂકમાં પણ પાવર બટન ઇંટીગ્રેટેડ ફિંગરપ્રિંટ સેંસર આપવામાં આવ્યું છે.
- લેપટોપમાં ડોલ્બી એટમોસ સાઉંડના ક્વેડ સ્પીકર આપવામાં આવ્યા છે.
- ડ્યુઅલ માઇક્રોફોનની સાથે 1એમપી કેમેરા પણ ઉપલબ્ધ છે.
- હોનર સ્માર્ટફોનના ઉપયોગથી લેપટોપને અનલોક કરી શકશે. બંને ડિવાઇઝમાં આસાનીથી ડેટા શેર કરી શકશે.
ઇંટેલ કોર i5ની સાથે હોનર મેજીકબૂક 52000 રૂપિયાની કિંમતનું છે, જ્યારે ઇંટેલ કોર i7 સાથે 59750 રૂપિયાની કિંમતનું છે. આ લેપટોપ ફક્ત ચાઇનાના માર્કેટમાં જ ઉપલબ્ધ છે.