નવીદિલ્હી :અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે યુદ્ધ લડનારાઓના કોઈના હાથ સાફ સુથરા નથી. યુદ્ધની કટોકટીનો ઉકેલ લાવવાનો એકમાત્ર રસ્તો છે સત્યનો સ્વીકાર કરવો. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ ક્યારે પૂર્ણ થશે તે કહેવું કઠીન છે. એક મહિના સુધી ચાલેલા યુદ્ધમાં આખેઆખું ગાઝા નષ્ટ થઈ ગયું છે. ઈઝરાયેલે કરેલા હવાઈ અને જમીની હુમલામાં અંદાજે ૯૦૦૦થી વધુ લોકોના મોત નીપજ્યા છે.. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને એક ચોંકાવનારું નિવેદન કર્યું છે. બરાક ઓબામાએ કહ્યું કે આ યુદ્ધમાં કોઈ દૂઘે ધોયેલ નથી. બંનેનો દોષ છે. ઓબામાએ અમેરિકનોને ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વિશે સત્ય સ્વીકારવા અપીલ કરતા કહ્યું કે કોઈ નિર્દોષ નથી. આ યુદ્ધમાં બંને પક્ષોનું સમાન યોગદાન છે. બન્ને સરખા છે.. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ પોડકાસ્ટ પોડ સેવ અમેરિકાને આપેલા ઈન્ટરવ્યુમાં આ ચોકાવનારી વાત કહી હતી. બરાક ઓબામાના ભૂતપૂર્વ વ્હાઇટ હાઉસ સ્ટાફ દ્વારા આયોજિત આ પોડકાસ્ટમાં, બરાક ઓબામાએ કહ્યું કે, આ યુદ્ધમાં કોઈના હાથ સાફ નથી. તેમણે કહ્યું કે આ યુદ્ધમાં હમાસની કાર્યવાહી અને પેલેસ્ટિનિયન વિસ્તારો પર ઈઝરાયેલનો કબજાે બંને ભયંકર અને અસહ્ય છે.. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો સત્યનો સ્વીકાર કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે યહૂદી લોકોના ઈતિહાસ અને યહૂદીઓના વિરોધીના ગાંડપણને સહેજે પણ અવગણી શકાય નહીં. બંને બાજુ નિર્દોષ લોકો મરી રહ્યા છે. ઓબામાએ કહ્યું કે જાે તમારે સમસ્યાનો ઉકેલ જાેઈતો હોય તો તમારે સમગ્ર સત્ય જાણવું પડશે. તમારે સ્વીકારવું પડશે કે કોઈના હાથ દૂધે ધોયેલા નથી. આપણે પણ બધા આમાં ક્યાકને ક્યાક કેટલાક અંશે સામેલ છીએ.. આવતીકાલે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનો પૂરો થશે. ગત ૭ ઓક્ટોબરથી બંને વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આ આ યુદ્ધ દિવસેને દિવસે વધુ ભીષણ બની રહ્યું છે. ઈઝરાયેલ સતત ગાઝા પટ્ટી પર હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયેલની સેના હમાસના ઓળખી કાઢેલા અડ્ડાઓને નષ્ટ કરી રહી છે. ઈઝરાયેલી સેનાની ટેન્ક અને ફાઈટર પ્લેન ગાઝામાં સતત બોમ્બનો વરસાદ વરસાવી રહ્યા છે.
સાસણ : પરંપરા અને આધુનિકતા વચ્ચેની વર્ષો જૂની લડાઈનું પ્રતિબિંબ દર્શાવતી ગુજરાતી ફિલ્મ
અમદાવાદ : હ્રદયસ્પર્શી અને શક્તિશાળી સિનેમેટિક સફરમાં, ગુજરાતી ફિલ્મ સાસણ પ્રેક્ષકોને ભાવનાત્મક રાઈડ પર લઈ જઈ રહી છે. પ્રતિભાશાળી ડાયરેક્ટર...
Read more